ગોધરામાં મહિલાને રૂા.1 લાખ ભરેલુ પર્સ પરત મળ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાની એક મહિલા બેંકમાં રૂપિયા ભરવા જતી વખતે પર્સ ક્યાક પડી ગયુ હતુ. આ અંગે ટ્રાફીક પોઇન્ટ પર ફરજ બજાવતા જવાનોએ સતર્કતા સાથે કાર્યવાહી કરતા ગામડાના ઈમાનદાર વ્યક્તિએ રૂપિયા એક લાખ ભરેલુ પર્સ મહિલાને પરત કર્યુ હતુ.

આજે રૂપિયા જોઇને મોટાભાગના લોકોની નિયત બગડતી હોય છે પરંતુ કેટલાક લોકો માટે રૂપિયા કરતા પ્રમાણીકતા મહત્વની હોય છે. આવોજ એક કિસ્સો સોમવારના રોજ ચર્ચ વિસ્તારમાં બન્યો હતો. જેમા ગોધરામાં સાડીઓના વેપારીના ધર્મ પત્નિ વર્ષાબેન સંજયભાઇ ડગલી ધરેથી ચર્ચ વિસ્તારની સેન્ટ્રલ બેંકમાં રૂપિયા ભરવા જતી વેળા એક્ટીવા પરથી રૂપિયા,મોબાઇલ સાથેનું પર્સ ક્યાંક રસ્તામાં પડી ગયુ હતુ. તેની તેમને જાણ ન હતી પરંતુ જ્યારે તેઓ બેંક પાસે પહોચતા પાકીટ ન દેખાતા વર્ષાબેના હૈયામાં ફાળ પડી તેમ છતા હિંમત ન હારતા નજીકના ટ્રાફીક પોઇન્ટ પર ફરજ બજાવતા જવાનોને જણાવ્યુ કે મારૂ પાકીટ ક્યાંક રસ્તામાં પડી ગયેલ છે જેમા રોકડા રૂપિયા 1 લાખ તથા બે મોબાઇલ હતા. ફરજ પરના જગવાનભાઇ, ગીરીશભાઇ, પ્રવિણભાઇ,વાલાભાઇ તથા TRBના જવાનોને એક રિક્ષા ચાલક જણાવેલ કે એક પાકીટ પડી ગયેલ જેને ઈક્કો વાનના ચાલકે લઇ લીધુ છે. જે અંગે તાત્કાલીક પર્સમાં મુકેલ મોબાઇલ પર જવાનોએ રીંગ મારતા તરસંગના ઇકો વાનના માલીક સોલંકી હરીસિંહ પ્રતાપસિંહે વાત કરી જણાવ્યુ કે આ પર્સ રસ્તામાં પડ્યુ હતુ જે લઇને મારી પાસે સલામત રીતે રાખ્યુ છે. અને સાચી વ્યક્તિને પરત કરવાનો હતો. એટલામાં ફોન આવતા આપે જણાવેલ સ્થળે હાજર થઇ ટ્રાફીક જવાનો તથા ની હાજરીમાં વર્ષાબેનને રોકડા રૂપિયા એક લાખ તથા બે મોબાઇલ સાથેનું પર્સ પરત કર્યુ હતુ. સંજયભાઇ તથા વર્ષાબેને ઇકો વાનના માલીક સોલંકી હરીસિંહ પ્રતાપસિંહની પ્રમાણીકતા તથા ટ્રાફીક પોઇન્ટ પર ફરજ બજાવતા જવાનોનો આભાર માન્યો હતો.

ગોધરાની મહીલાનુ રસ્તામાં પડી ગયેલ પર્સ પરત મળ્યુ. તસવીર હેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...