ઘોઘંબામાં નિવૃત્ત આર્મીના સૈનિકોએ પોતાની વિવિધ માંગો સાથે મામલતદારને આવેદન પત્ર આપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘોઘંબામાં બુધવારે મોટી સંખ્યામાં નિવૃત આર્મીના સૈનીકો એકત્ર થઇ પોતાની વિવિધ માંગો સાથે મામલતદારને આવેદન પત્ર આપ્યુ દેશની રક્ષા માટે પોતાની જાનની કુર્બાની આપી અમુલ્ય વર્ષો દેશની સેવા માટે વિતાવનારા દરેક આર્મીના સૈનિકો માટે સરકાર દ્વારા ખેતી માટે જમીન આપવાની જોગવાઈ સહિતના અન્ય વીસ પડતર માંગોને લઇને સરકાર દ્વારા આપવામા આવેલ આશ્વાસન છતા પણ હજુ સુધી
તેનો અમલ ન થતા ધોધંબામા બુધવારે મોટી સંખ્યામાં નિવૃત આર્મીના સૈનિકો એકત્ર થઇ નાયબ મામલતદારને લેખીતમા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેને ઉચ્ચસ્તરે પહોચાડવા જણાવ્યુ હતુ. }મીતુલ શાહ
અન્ય સમાચારો પણ છે...