તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલોલમાં વાનનો પાછળનો દરવાજો ખુલ્લો મૂકી મોતની સવારી કરાવતા વાહન ચાલકો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલ થી પસાર થતી મારુતિ વાનનો પાછળનો દરવાજો ખુલ્લો મૂકી મુસાફરોને મોતની સવારી કરાવતા ખાનગી વાહન ચાલકો. જયવિરસિંહ સોલંકી

ભાસ્કર ન્યુઝ | કાલોલ

પંચમહાલ જિલ્લામાં મુસાફરોને ઘેંટા બકરાની માફક ભરી મુસાફરી કરતા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓના નિયમો ભંગ કરાર વાહનચાલકો આરટીઓ મેમો કે દંડની પાવતી આપી ટ્રાફિક પોલીસ સપાટો બોલાવતી હોય છે. પરંતુ વાહન ચાલકો મુસાફરોને જીવના જોખમે દરવાજા ખુલ્લા મૂકી પોલીસનો ડર રાખ્યા વિના વાહન હાલોલ, કાલોલ, વેજલપુર થી ગોધરા રોડ પર બીન્દાસ ફેરવતા હોય છે. હાલ મોટા ભાગના વાહનોમાં સીએનજી ટેંક ફીટ કરી જીવતો બોમ લઈ ફરતા હોય છે. જ્યારે આવા જીવતા બોમ પર પાટિયાઓ મૂકી મુસાફરોને બેસાડતા હોય છે. કાલોલ થી પસાર થતી મારુતિ વાનનામાં ગેસની ટેંક પર નાના બાળકોને બેસાડી જતા શરીરમાં કમકમાટી ઉત્પન્ન થઈ જતી હોય છે. પરંતુ તંત્રની મિલીભગતને કારણે આ વાહનચાલકોને કાયદાનું ઉલ્લંઘન કરી દિવસ દરમિયાન જાહેર માર્ગો પરથી પસાર થતા હોય છે. પરંતુ ઘેટા બકરાની માફક મુસાફરોને લઈ જતા વાહનચાલકોને કોઇનો ડર હોય તેવુ લાગતુ નથી જો કોઈ આકસ્મિત ઘટના બને તો જવાબદાર કોણ ? શું આવા વાહનચાલકો પર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તપાસનો વિષય બની જતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...