ફતેપુરા તા.માં ચૂંટણીને લઇ 13 ટીમો એક્ટીવ, 50 થી વધુ લોકો કામે લાગ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ ચુંટણી પંચે કડક હાથે કામગીરી હાથ ધરી વિવિધ ટીમોની રચના કરી નોટોની હેરાફેરી, દારુની હેરાફરી, નશીલા પદાર્થો, હથિયારો તેમજ ઉમેદવાર અને તેના સમર્થકો દ્વારા કરાતો પ્રચાર પ્રસાર ખર્ચ પર સીધી નજર રાખવા માટે ફતેપુરા તાલુકામાં 13 જેટલી ટીમો કાર્યરત કરાઇ છે. જેમાં 50 થી વધું કર્મચારીઓ ચુંટણી કામગીરીમાં કામે લાગ્યા છે. પાંચ ચેક પોસ્ટો પણ સીલ કરાઇ છે. દેખરેખ માટે એક એકસપેન્ડ ટીચર, ઓબ્ઝર્વર, એ.આર.ઓ ,મદદનીશ ચુંટણી અધિકારી મામલતદાર પણ મુક્યા છે 13 ટીમોમાં સ્ટેટીક સર્વેલન્સ ટીમ,વીડીયો સર્વેલન્સ ટીમ, ફલાઇંગ સ્કોડ ટીમ, વિડીયો વ્યુગ ટીમનો સમાવેશ થાય છે.

કાર્યરત કરાયેલ ટીમોની કામગીરી
SST ટીમ : રાજસ્થાન ગુજરાતની બોર્ડરો પર ઉભી કરાયેલ ચેક પોસ્ટ પર આવતા જતાં વાહનોનું સંધન ચેકીંગ.

વિડીયો સર્વેલન્સ ટીમ : ઉમેદવારની સભા સરઘસની વિડીયો ગ્રાફી મોનીટરીંગ કરી રેકોડીગની કામગીરી.

ફલાઇંગ સ્કોડ : જીલ્લામાં ગેર કાયદેસર થતી નોટો, દારુ, નશીલા પદાર્થો, હથિયારો, સોના ચાંદી, સહિતની વસ્તુઓ પકડવા માટે વાહનો ચેક કરી ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ પર રોક લગાવવાનું કામ.

વિડીયો વ્યુગ ટીમ : ઉમેદવારની સભામા થયેલ વિડીયો રેકોર્ડીંગનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ, ખર્ચ નિયંત્રણ,આચાર સંહિતાનો ભંગ થતો હોય તેવી બાબતો પર બાજ નજર અને કાર્યવાહી.

અન્ય સમાચારો પણ છે...