તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુધપુરમાં 300 એકર જમીન સિંચાઇના લાભથી વંચિત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંખેડા તાલુકાના દુધપુર ગામની સીમમાં નર્મદાની કેનાલનું પાણી સિંચાઈ માટે નહીં મળતા આશરે 300 એકર જમીન સિંચાઇના લાભથી વંચિત છે.ખેડૂતો પરેશાન બન્યા છે.

દુધપુર ગામની સીમમાં નર્મદાનું પાણી કેનાલ મારફતે ખેડૂતોને મળતું નથી.જ્યારથી નર્મદાનું પાણી ખેડૂતોને આપવાનું શરૂ થયું ત્યારથી જ પાણી મળ્યું નથી.તાજેતરમાં ખેડૂતો દ્વારા નર્મદાના અધિકારીઓને ઉગ્રતાપૂર્વક રજુઆત કરાઈ ત્યારે માંડ માંડ એક જ વખત પાણી આવ્યું હતું. પણ એય સવારે આવ્યું અને બપોરે બંધ થઈ ગયું હતું. આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં સિંચાઇ માટે અન્ય કોઈ ખાસ વ્યવસ્થા નથી. અહીંયા ચાંદપુર તરફથી કેનાલ આવે છે. એમાં ઘણી જગ્યાએ લીકેજથી પાણી નકામું જ કોતરો અને ખેતરમાં જાય છે. પાણી પહોંચાડવા સાઈફન બનેલા છે. એક બાજુના સાઈફનમાંથી બીજી સામેની બાજુના સાઈફન સુધી પાણી પહોંચતું નથી. જેથી આ વિસ્તારનો ભાગ ખેતીની સિંચાઇ માટે નર્મદાના પાણીથી વંચિત રહ્યો છે. આ વરસે 28મી ફેબ્રુઆરીથી પાણી બંધ થવાનું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો