તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે તેજગઢ પંથકમાં કમોસમી વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રીથી વાતાવરણમાં એકદમ બદલાવ આવ્યો છે. તા.14 રાત્રીના આકાશમાં ભારે ગાજવીજ થતી અને વીજળીઓ થતી હતી અને રાત્રીના છોટાઉદેપુરમાં વરસાદી માહોલ થતા છાંટા પણ પડ્યાં હતાં. તેજગઢ પંથકમાં સવારના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો. દશથી પંદર મિનિટ સુધી વરસાદ શરૂ રહ્યો હતો. ભારે ગરમી વચ્ચે આજે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તેજગઢ પંથકમાં સવારના સમયે કડાકા ભડકા થતાં ખેડૂતો ચિંતામાં જોવા મળ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...