તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છીપાકોઇ ગામે નવીન આંગણવાડીમાં તિરાડો પડી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંખેડા તાલુકાના છીપાકોઈ ગામે બનેલી નવીન આંગણવાડી (નંદઘર)માં બાળકો બેસાડાયા પણ નથી એની પહેલા કેટલીય જગ્યાએ તિરાડો પડવા લાગી છે. 7 લાખ રૂપિયા ખર્ચે મનરેગા યોજનામાં આ આંગણવાડી બની હતી. હલકી કક્ષાની કામગીરીની પોલ ખુલી ગઇ છે.

સંખેડા તાલુકામાં જે ગામોમાં આંગણવાડી ના હોય એવા ગામોમાં સરકાર દ્વારા આંગણવાડી બનાવવાની કામગીરી ચાલી રહી છે.જેમાં કેટલીય જગ્યા મનરેગા યોજનામાંથી પણ આંગણવાડી બનાવવામાં આવી રહી છે.

આવી જ એક આંગણવાડી સંખેડા તાલુકાના છીપાકોઈ ગામે બનેલી છે.આ આંગણવાડી બાબતે સંખેડા મનરેગા શાખાના સૂત્રોના જણાવ્યામુજબ મનરેગા યોજનાની પાંચ લાખ રૂપિયા અને આઇસીડીએસ શાખાની બે લાખ રૂપિયાની ગ્રાન્ટ મળીને કુલ સાત લાખ રૂપિયાના ખર્ચે બની છે.

અત્રે આંગણવાડીના મકાનમાં રંગકામ થયું છે. પણ લાઈટનું મીટર હજી બાકી છે.અહીંયા આંગણવાડીના મકાનમાં હજી સુધી એક પણ વખત બાળકોને બેસાડ્યા નથી.પણ બાળકોને બેસાડતા પહેલા જ આંગણવાડીના પગથિયાં પાસે તેમજ રેમ્પ પાસે ટાઇલ્સ પાસે એમ વિવિધ જગ્યાએ તિરાડો પડી ગઈ છે.આંગણવાડીની ચારેય બાજુએ તેના પાયા પણ માત્ર જમીન લેવલે જ છે.

આંગણવાડીની થયેલી બાંધકામની હલાકીકક્ષાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. આ બાબતે સંખેડા આઈ.સી.ડી.એસ.ના ઇન્ચાર્જ સિડીપીઓ મિનાબહેને જણાવ્યું હતું કે છીપાકોઈ ગામે આંગણવાડીનું મકાન બની ગયું છે.પણ હજી મીટર બેસાડવાનું બાકી છે.એટલે તેમાં બાળકોને બેસાડાયા નથી.

પંચ તંત્ર
છીપાકોઈ ગામે બનેલી નવીન આંગણવાડીમાં બાળકો બેસાડાયા પણ નથી એની પહેલા કેટલીય જગ્યાએ તિરાડો પડવા લાગી છે. સંજય ભાટિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો