તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુરમાં પક્ષીઓને બચાવવા 14 પોઇન્ટ મૂકાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર વિસ્તારમાં ઉત્તરાયણ પર્વમાં આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગ પર્વને લઈને દોરાથી તેની પાંખોને નુક્સાન થાય નહીં ઇજાઓ થાય નહીં તાત્કાલિક સારવાર આપવા અર્થે 14 પોઇન્ટ જુદીજુદી જગ્યાએ ઉભા કરાશે અને ઇજાગ્રસ્ત પક્ષીઓને તુર્ત સારવાર આપવામાં આવશે.

નાયબ વન સંરક્ષક નિલેશભાઈ પંડ્યાએ ફોન ઉપર જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વમાં દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર અર્થે અમોએ છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં 11 વાહનો સાથે ટીમ તૈનાત રાખવાના છે. તેઓએ પ્રજાને પણ અપીલ કરી છે કે સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ચગાવશો નહીં. આ સમયે પક્ષીઓ ખોરાક પાણીની શોધમાં બહાર ફરતા હોય છે. આમાં જે શહેરી વિસ્તાર આવેલા છે. સંખેડા, છોટાઉદેપુર, નસવાડી અને બોડેલીમાં બે બે પોઇન્ટ ઉભા કર્યા છે. જ્યારે અન્ય જગ્યાએ પોઈન્ટો રાખવામાં આવ્યા છે. આ કામગીરીમાં નગરપાલિકા, ફોરેસ્ટ, માર્ગ મકાન વિભાગના કુલ મળી 89 કર્મચારીઓ જોડાશે. તેમાં 7 ફોરેસ્ટ વિભાગના વાહનો અને 4 વેટર્નરી ડોક્ટરોના વાહનો કુલ મળી 11 કામે લાગશે. આના માટે જુદીજુદી જગ્યાએ કન્ટ્રોલ રૂમ પણ ઉભા કરાશે. જેનો આનો મુખ્ય કન્ટ્રોલરૂમ ફોરેસ્ટ વિભાગની ડિવિઝન ઓફિસમાં રહેશે. ઘાયલ પક્ષી જણાય તો 02669- 232032 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો