આણંદ-ખેડામાં ઉનાળાના પડઘમ5 દિવસમાં તાપમાન 7 ડિગ્રી વધ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ ખેડા સહિત સમગ્ર પંથકમાં ધીમા પગલે ગરમીનું આગમન થતાં ઠંડી ગાયબ થઇ ગઈ છે. ઉત્તર પુર્વીય દિશામાં ફૂંકાતા ઠંડા બર્ફિલા પવનની દિશા બદલાતા આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં એકા-એક મહત્તમ તાપમાનના પારોમાં વધારો નોધાયો છે.આમ ચરોતર પંથકમાં છેલ્લા 5 દિવસમાં મહત્તમ તાપમાનના પારામાં 7 ડિગ્રીનો વધતાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું.જેને કારણે ચરોતરવાસીઓને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.
આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં શિયાળાની ઠંડી ધીમા પગલે વિદાય થયા બાદ લોકોને સૂર્યનારાયણના તાપનો અનુભવ થવા લાગ્યો છે. ગરમીથી બચવા લોકોએ એસી અને પંખા ચાલુ કરવાની ફરજ પડી રહી છે.જેથી ઉનાળાના આગમનના એંધાણ વર્તાવા લાગ્યા છે. જો કે,મોડી સાંજ અને વહેલી પરોઢીયે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે.અને રાત્રિના મહદઅંશે ઠંડી અનુભવાય છે. દિવસે ગરમી અને રાત્રિના ઠંડી એમ બેવડી ઋતુનો વર્તાય છે. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન આકાશ મોટે ભાગે ચોખ્ખુ રહેવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. આ સાથે મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 12.5 ડિગ્રીની આપપાસ રહેશે. હવામાન વિભાગના વર્તારા મુજબ આ વખતે જેટલી ઠંડી પડી છે. તેટલા જ પ્રમાણમાં ગરમી પડવાની શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે. આ સાથે અગામી 12મી માર્ચ બાદ મહત્તમ તાપમાનનો પારામાં 4 થી 5 ડિગ્રીની વધારો નોધાશે. જ્યારે માર્ચ મહિનાના અંતમાં ગરમી ચરમસીમાએ પહોચશે.

ચરોતરમાં ત્રણ દિવસ રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થશે

અન્ય સમાચારો પણ છે...