તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંખેડાના એક ગામમાં યુવતીને બે શખ્સોએ આબરૂ લેવાનો પ્રયાસ કરતાં ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના એક ગામમાં યુવતીને બે તેના જ ગામના બે શખ્સોએ ગળદાપાટુનો માર મારીને તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો. વચ્ચે છોડાવવા પડેલા યુવતીના પિતાને પણ મારા માર્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી પણ આ બે શખ્સોએ આપી હતી.

સંખેડા તાલુકાના એક ગામમાં સવારના નવેક વાગ્યાના સુમારે 19 વર્ષીય યુવતી તેના ઘરે હતી.એ દરમિયાન ગામનો દિનેશભાઇ રણછોડભાઈ બારિયા અને ગોવિંદભાઇ વિઠ્ઠલભાઇ બારિયા તેણીના ઘર આંગણે આવીને તેણીને ગાળો બોલતા હતા.

જેથી યુવતીએ ગાળો બોલવાની ના પાડતા બંન્ને તેની પાસે આવેલા અને ઝઘડો કરીને તેણીને ગળદાપાટુનો માર માર્યો હતો.દિનેશભાઇ રણછોડભાઈ બારિયાએ યુવતીનું મોઢું દબાવી દીધેલ તેનું ઉપરાણું લઇ ગોવિંદભાઇ વિઠ્ઠલભાઇ બારિયા આવેલો તેણે પણ યુવતીને ધોલધપાટ કરી હતી.બંન્ને જણાએ બળજબરી કરીને યુવતીની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો.યુવતીના પહેરેલા કપડા ફાડી નાખ્યા હતા.યુવતીએ બૂમાબૂમ કરતા તેના પિતા પણ ત્યાં દોડી આવ્યા હતા.અને યુવતીને છોડાવવા પડતા દિનેશભાઇ અને ગોવિંદભાઈએ યુવતીના પિતાને પણ ગળદાપાટુનો મારા માર્યો અને પછી ત્યાંથી નાસી ગયા હતા.જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...