કપડવંજ કોર્ટે ચેક રીટર્ન કેસમાં એકને દોષીત જાહેર કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ કોર્ટે ચેક રીટર્ન કેસમાં એકને દોષીત જાહેર કરી તેને એક વર્ષની સાદી કેદ તથા રૂ.પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ ઉપરાંત ફરિયાદીને ચેકની રકમ રૂપિયા બે લાખ પણ ચુકવી આપવાનો હુકમ કર્યો છે.

કપડવંજ શહેરમાં રહેતા જયેશકુમાર નટવરલાલ ચોક્સી (રહે. હરિકૃપા સોસાયટી, કપડવંજ)એ ચિખલોડના દિલીપસિંહ ફતેસિંહ પરમારને હાથ ઉછીની રકમ 10મી એપ્રિલ,16ના રોજ રૂ.બે લાખ આપ્યાં હતાં. જેમાં દિલીપસિંહે આ રકમનો ચેક 20મી એપ્રિલ,16નો ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કપડવંજનો આપ્યો હતો. જે ચેક જયેશભાઈએ બેંકમાં ભરતાં એકાઉન્ટ ક્લોઝના શેરા સાથે પરત ફર્યો હતો. આથી, એડવોકેટ કમલ ડી. સોની દ્વારા કપડવંજ કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં ન્યાયધિશે કમલ સોનીએ રજુ કરેલા પુરાવા અને દલીલો ગ્રાહ્ય રાખી દિલીપસિંહ પરમારને કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.પાંચ હજાર દંડ ભરવાનો હુકમ કર્યો હતો. જો દંડ ન ભરે તો એક માસની સજા તથા ચેકની રકમ બે લાખ ચુકવી આપવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...