વિદ્યાનગરમાં કામ અંગે શિક્ષિકા પર ત્રાસ ગુજારી પતિએ કાઢી મૂકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાનગરની શિક્ષિકા પર પતિએ કામકાજ બાબતે ઠપકો આપી સાસુ-સસરાની ચઢમણીથી ત્રાસ ગુજારતા કંટાળેલી પરિણીતા તેના પિયર આવી ગઈ હતી. જ્યાં તેણે મહિલા પોલીસ સ્ટેશને પતિ ઉપરાંત સાસુ-સસરા વિરૂદ્ધ ઘરેલું હિસાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

વિદ્યાનગરના હરિઓમ નગરમાં નીલમબેન મણીભાઈ મકવાણા રહે છે. ખેડામાં આવેલી પ્રાઈવેટ સ્કૂલમાંં તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમના લગ્ન ખેડા ખાતે રહેતા અજય અરવિંદ જાદવ સાથે 28મી એપ્રિલ, 2018ના રોજ થયા હતા.

જોકે, લગ્નના થોડાં જ સમય બાદ પતિએ પોત પ્રકાશ્યું હતું. તે નાની-નાની બાબતોમાં તેને ઠપકો આપતો હતો. સાસુ કૈલાશબેન અને સસરા અરવિંદભાઈની ચઢમણીથી તે હમેશા કામકાજ બાબતે ઠપકો આપતો હતો. વધુમાં તેનો પગાર પણ આપી દેવા માટે જણાવતો હતો. થોડાં સમય અગાઉ તેણે પરિણીતાનું ગળું પકડી દીધું હતું. અને તેને છૂટાછેડા આપી દેવા ધમકી આપતો હતો.

અવાર-નવાર થતાં ઝઘડાઓથી કંટાળીને પરિણીતા તેના પિયર રહેવા આવી ગઈ હતી અને તેણે આ મામલે મહિલા પોલીસ સ્ટેશને પતિ ઉપરાંત સાસુ-સસરા વિરૂદ્ધ ઘરેલું હિસાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.આ બનાવમાં શિક્ષિકા પર પણ આવો ત્રાસ ગુજારવામા આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...