Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરના બજારમાં પતંગની ખરીદી કરવા માટે ભારે ભીડ
ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યાં પોરના બજારમાં પતંગ રસિકોની ભીડ જામી છે. માંજા પીલાવવા તેમજ પતંગની ખરીદી માટે ધીમે ધીમે લોકો ઉમટી રહ્યા છે. આ વર્ષ કાળઝાળ મોંઘવારી પતંગ રસિયાઓને નડી છે.
પતંગ વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષ પતંગ તેમજ દોરાના ભાવોમાં પણ વધારો નોંધાયો છે. પતંગ બજારમાં હાલ જોઇએ તેટલી ભીડ નથી. પરંતુ એક બે દિવસ બાદ ભીડ જોવા મળે તેમા પણ કોઈ શંકા નથી તેમ તેના એંધાણ વર્તાઇ રહ્યા છે. પતંગ રસિયાઓ દ્વારા પતંગ તેમજ દોરીની ખરીદી કરવાની શરૂ થઈ ગઈ છે.ઉતરાયણ પર્વ દરમ્યાન વન વિભાગ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયસેવકોના સાથ અને સહકારથી કરૂણા અભિયાન 2020 અંતર્ગત પતંગની દોરી થી ઘવાયેલા પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. અને જાહેર જનતાને અપીલ છે કે વહેલી સવારે તેમજ સાંજ પડતાં પતંગ ન ચગાવવા શહેરીજનોને અપીલ કરાઈ છે.
સંખેડા પંથકમાં ઘરાકીની નીકળતા વેપારી આલમમાં આનંદની લાગણી
સંખેડા |સંખેડા પંથકમાં ઉત્તરાયણના હવે ગણતરીના કલાકો બાકી રહેતા ઘરાકીની શરુઆત થતા વેપારી આલમમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી. વધેલી મોંઘવારીના કારણે છેવટ સુધી બજારમાં ઘરાકીનો અભાવ દેખાતા વેપારીઓ પણ ચિંતામાં સરી પડ્યા હતા.ઉત્તરાયણના તહેવારને લઇને સંખેડા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી પતંગની દુકાનો મંડાઇ ગઇ હતી.પણ જોઇએ એવી ઘરાકી બજારમાં નહીં દેખાતા વેપારીઓ નિરાશ બન્યા હતા. દુકાનમાં ભરેલા પતંગ દોરા વેચાશે કે નહી તેની ચિંતા વેપારીઓના ચહેરા ઉપર સ્પષ્ટ છલકાતી જોવા મળતી હતી. જોકે ગયા વર્ષની સરખામણીમાં પતંગ અને દોરાના ભાવોમાં પણ નોંધપાત્ર વધારો થય હોઇ ઉત્તરાયણની ઉજવણી વધારે મોંઘી બને એવી સ્થિતિ સર્જાયેલી છે.જોકે સંખેડા પંથકમાં હવે ઉત્તરાયણના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહેતા ધીમે ધીમે આજે બજારમાં ઘરાકી જોવા મળી હતી.આ ઘરાકી પણ બપોર બાદ જોવા મળી હતી.પતંગ સાથે ચશ્મા,ટોપી તેમજ બોર અને શેરડી જેવી વસ્તુઓની હાટડી પણ મંડાયેલી જોવા મળતી હતી.