તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં શતાયુ મતદારોનંુ સન્માન કરાયંુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચુંટણી નજીક આવતી જાય છે ત્યારે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થઈ શકે તેવા વિવિધ પ્રકારના પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી કચેરી અમદાવાદના ઉપક્રમે જિલ્લાના શતાયુ મતદારોનો સન્માન સમારોહ તારીખ 11 એપ્રીલના રોજ યોજાયો. અમદાવાદ જિલ્લામાં આશરે 719 જેટલા શતાયુ મતદારો નોંધાયા છે. જેમાંથી શતાયુ મતદારોના સન્માન કાર્યક્રમમાં આશરે 200 જેટલા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ તમામ શતાયુ મતદારોને એક સ્થળે એકઠા કરીને તેમનું સન્માન કરવાની દિશામાં વિચારણા હાથ ધરાઇ હતી જેના ભાગરૂપે તારીખ 11 એપ્રીલના રોજ એ.એમ.એ હોલ અમદાવાદ ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા હાજર રહેલા આશરે 200 જેટલા શતાયુ મતદારોનું શાલ ઓઢાડી તેમજ પ્રમાણપત્ર આપીને સ્વાગત કરવામાં આવ્યું.

અમદાવાદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને શતાયુ ઉમેદવારોથી પ્રરાઈને યુવાનો પણ મતદાન કરવા પ્રેરાય તેવા ઉદ્દેશ સાથે કાર્યક્રમ યોજાયો તેમજ શતાયુ મતદાતાઓ EVM પ્રક્રિયાને સમજી શકે તે માટે EVM મશીનની તમામને સમજ પણ આપવામાં આવી. આ ખાસ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે, ચૂંટણી ઓબ્ઝર્વર અમિત સૈની અને અમદાવાદ પૂર્વ લોકસભાના ચૂંટણી અધિકારી અરુણ મહેશબાબુ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ શહેર-જિલ્લામાં 100 વર્ષ કે તેથી વધુ વયજૂથના 719 મતદારોઅમદાવાદ શહેર-જિલ્લામાં 100 વર્ષ કે તેથી વધુ વયજૂથના 719 મતદારો છે. જેમાથી વીરમગામમાં 43 સાણંદમાં 22, દશક્રોઇમાં 27, ધોળકામાં 42 અને ધંધૂકા વિધાનસભા મતવિસ્તારમાં 88 શતાયુ મતદારો છે. બાકીના 497 શહેરના મતદાર વિસ્તારના છે

અમદાવાદના જિલ્લાના શતાયુ મતદારોનો સન્માન સમારોહ તારીખ 11 એપ્રિલના રોજ યોજાયો

અન્ય સમાચારો પણ છે...