સમલૈંગિક સંબંધમાં હક્કનો ભાવ આવી જતાં હત્યા કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડાની કંપનીમાં રસોઇયાની હત્યામાં સમલૈંગિક સંબંધમાં માલિકીભાવ આવી જવાને કારણે હત્યા કરાઇ હોવાનું સ્પષ્ટ થયું છે.

પંચમહાલના સહેરામાં રહેતા અભેસિંહ મચ્છાર (ઉ.વ.33) ખેડામાં આવેલ કંપનીની કેન્ટીમાં છેલ્લા 7 વર્ષથી રસોઇયા તરીકે નોકરી કરતાં હતા. ગુરૂવારે અભેસિંહની હત્યા થઇ હતી. જેમાં મૃતદેહને જોતાં જ આ મામલો શારિરીક સંબંધોને લઇને હત્યાનો હોવાનું ધ્યાને આવતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતક અભેસિંહ સમલૈંગિક સંબંધ ધરાવતો હોવાનું સ્પષ્ટ થયા બાદ 3 શકમંદોની પોલીસે અટક કરી હતી. હત્યાના 24 કલાક બાદ પોલીસ તપાસમાં સમલૈંગિક સંબંધમાં માલિકીભાવ આવી જવાથી થયેલી તકરારમાં અભેસિંહનું કાસળ કાઢવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. હાલમાં પોલીસ દ્વારા ત્રણેય શકમંદોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

ખેડામાં કંપનીના રસોઇયાની હત્યામાં રહસ્ય ખુલ્યું

અન્ય સમાચારો પણ છે...