Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અહો આશ્ચર્યમ : 1 બલ્બ-પંખાનું 2.16 લાખ વીજ બિલ
મોટી રકમનું બિલ નહીં ભરી શકતાં ખેડૂતે જાતે જ વીજ મીટર કપાવી નાખ્યું
ભાસ્કર ન્યુઝ |નસવાડી
નસવાડીના ખોખરા બો ગામમાં વીજ કંપની દ્વારા એક ગ્રાહકને બે લાખથી વધુનું વીજ ફટકારતા પરિવાર અવાચક બની ગયો હતો. ગામના અન્ય પરિવારો દ્વારા તેમનું બીલ વધુ આવ્યું હોવાની ફરિયાદ કરતા હતા. બીલ નહીં ભરી શકતા ખેડૂતો જાતે મીટરનું કનેક્શન કપાવી નાખ્યું છે. આ એમજીવીસીએલના છબરડાના કારણે આદીવાસી ગ્રાહકોમાં રોષ ભભૂક્યો છે. તંત્ર દ્વારા જાત તપાસ કરી ઘટતું કરવા ગ્રાહકો માંગ કરી રહ્યા છે.
નસવાડી તાલુકાના ખોખરા બો ગામે રહેતા ભીખાભાઈ ગોકળભાઈ ભીલનું જૂન 2019માં 54 રૂા વિજ બિલ આવ્યું હતું.રીડિંગ 1136 યુનિટ, સપ્ટેમ્બર માસમાં, મીટર રિડિંગ 28822 યુનિટમાં અગાઉનું 1136 યુનિટ ઉમેરતા કુલ યુનિટ 29958નું કુલ વિજ બિલ 2,16,347,67 રૂા.જ્યારે નવેમ્બર માસમાં વિજ મીટરનું રીડિંગ 29958માં 10 યુનિટ વિજ વપરાશનો ઉમેરો કરતા કુલ 29968 વિજ મીટરનું રીડિંગ જેનું કુલ બીલ 2,16,591,67 રૂા. આમ ટૂંકા મહિનામાં 2 લાખથી વધુનું વિજબીલ ...અનુસંધાન પાના નં.2
પાદરા ડભોઈ
ખોખરા (બો)ના વિજ ગ્રાહકનું બિલ 2 લાખથી વધુ આવતા પરિવાર ચિંતિત બન્યો.ઈરફાન લકીવાલા
બોડેલી કરજણ
મીટર રીડિંગમાં ખામી હશે તેની
અમે તપાસ કરાવીશું
નસવાડી એમજીવીસીએલના એકાઉન્ટન્ટ ટીજી રાઠવાએ જણાવ્યું હતું કે ખોખરા બો ગામે વીજ બીલ જે આવ્યું છે. તેની કોઇ ફરિયાદ હજુ સુધી મારી આવી નથી. મીટર રીડિંગના પંચિંગમાં ખામી હશે તેની એમ તપાસ કરાવીશું.
બિલ 2 લાખથી વધુ આવતા ભરી શકતો નથી,અંધારામા રહું છું
મારી મા વૃદ્ધ છે હું મારી પત્ની દિવસે ખેતર જઇએ ઘર મા એક બલ્બ એક પખો છે પેહલા વિજ બિલ નોર્મલ 100 થી150 રૂ આવતું હતું હમણાં 2 લાખ થી વધુ ની વિજ બિલ આવતા કનેક્શન કંપાવ્યું છે એટલા બધા રૂપિયા ક્યાંથી ભરૂ .ભીખા ભાઈ ભીલ,ગ્રહક ખોખરા
હમણાં દસ હજારથી વધુ બિલ આવતા વીજ કનેક્શન કપાવ્યું છે
રક માસ માં બે વખત વિજ બિલ આવે એ કઈ રીતે બને નોર્મલ વિજ બિલ આવતું હતું એકદમ વિજબીલ વધુ આવી ગયું એવું તો કોઈ વિજ વપરાશ કર્યો નથી હાલ વિજ કનેક્શન કપાવ્યું છે અંધારા મા રહીએ છે વિજબીલ લઈ તંત્ર તપાસ કરે તેવી માંગ છે .શોમાં શના ભાઈ ભીલ વિજ ગ્રાહક ખોખરા (બો)