તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલમાં ગરમીનો પારો વધતા રસ્તાઓ સુમસામ બન્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલમાં સુર્યનારાયણે અગન ગોળા વરસાવતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ઇન્ટરનેટના માધ્યમથી ગોધરાનું તાપમાન વધુમાં વધુ 41 ડીગ્રી તથા ઓછામાં ઓછુ 24 ડીગ્રી જાણવા મળ્યુ હતુ.

ગોધરા સહિત પંચમહાલમાં સુર્યનારાયણે અગન ગોળા વરસાવતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ઇન્ટરનેટના માધ્યમથી ગોધરાનું તાપમાન વધુમાં વધુ 41 ડીગ્રી તથા ઓછામાં ઓછુ 24 ડીગ્રી જાણવા મળ્યુ હતુ. ગરમીનો પારો ઉંચો રહેતાં હિટવેવની અસર વર્તાઇ હતી. બપોરની આકરી ગરમીના કારણે લોકોએ કામ સિવાય બહાર નિકળવાનું ટાળી રહ્યુ છે. આકરી ગરમીના કારણે લોકો પોતાના ઘરો અથવાતા કચેરીમાં પંખા,કુલર અથવાતો એસીનો સહારો લેવાનું પસંદ કરી રહ્યા છે . દિવસ દરમ્યાન કોઇક કામ અર્થે બહાર નીકળવુ જ પડે તેવા લોકો ગરમીથી બચવા માટે ઠંડાપીણાઓનો સહારો લઇ રહ્યાછે. લોકોએ હજુ વધુ ગરમીનો સામનો કરવો પડશે તેવુ લાગી રહ્યુ છે.ત્યારે બપોરના સમયે કામ સિવાય બહાર નિકળવાનું લોકો ટાળતા હોવાથી બપોરના સમયે ગોધરાના રસ્તાઓ સુમસામ બનવા પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...