તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટાઉદેપુરમાં વિશ્વ હાર્ટ ડેને લઇ આરોગ્ય કર્મીઓની રેલી યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ દ્વારા તા.29ના રોજ વિશ્વ હાર્ટ ડે નિમિતે જન જાગૃતિ અર્થે એક રેલી આરોગ્ય કર્મચારીઓની નીકળી હતી. જે નગરના માર્ગો ઉપર બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ફરી હતી.હાર્ટની સમસ્યાઓ ન આવે એ માટે ખોરાક અને વ્યસન ઉપર નિયંત્રણ રાખવા અને વ્યાયામ કરવા માટે જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરાયું હતું. જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરના ડો.અનિલ ધાકડે જણાવ્યું હતું કે આજના યુગમાં ખોરાકની કાળજી નહીં રાખતા બીપી ડાયાબિટીસનું હાલ પ્રમાણ વધતું જાય છે. જેથી આરોગ્યની કાળજી રાખવા ફાસ્ટફૂડનો ઉપયોગ ઓછો અને વ્યસન પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી હોવાનું ફોન ઉપર જણાવ્યું હતું.

છોટાઉદેપુર માં વિશ્વ હાર્ટ ડે નિમિતે રેલી નિકળી.વિવેક રાવલ/છોટાઉદેપુર

અન્ય સમાચારો પણ છે...