તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય કર્મીની હડતાલ 11માં દિવસમાં પ્રવેશી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા હળતાલના 11મા દિવસમાં પ્રવેશ થતા કર્મચારોઓએ સત્યનારાયણની કથા કરાવી.પંચમહાલ જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ભગવાન સત્યનારાયણ ની કથાનું આયોજન કરવામાં આવ્યું . જેમાં 350 કરતા વધારે કર્મચારીઓ જોડાયા હતા.

પ્રાપ્ત માિહતી અનુસાર, સરકાર તરફથી કોઈ જ જવાબ નથી મળ્યો.ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ કથળી રહી છે ત્યારે માગણીઓને ધ્યાને લઇ યોગ્ય ઉકેલ નહી આવતા સરકારને સદબુધ્ધી માટે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આરોગ્યના મોટાભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા અપૂરતા સ્ટાફના કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓને સેવાઓ મળતી બંધ થઈ રહી છે. અંતરીયાળ વિસ્તારના દર્દીઓને દવા સારવાર માટે ખૂબ જ હાલાકી વેઠવી પડે છે.

ઘર સુધી પહોંચતી આરોગ્ય સેવાઓ બંધ થવાથી જેથી કરીને તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની ફરજ પડી રહી છે.

પંચમહાલ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ હડતાલ ના અગિયારમાં દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો