તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીરપુરના ડેભારી ગામની BOB શાખામાં અપૂરતા સ્ટાફથી ખાતેદારોને હાડમારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિસાગર જીલ્લાના વીરપુર તાલુકાના ડેભારી ગામની બેન્ક ઓફ બરોડાની શાખામાં છેલ્લા કેટલાક સમયથી પુરતો સ્ટાફ ના હોવાના કારણે ખાતેદારોમા રોષ જોવા મળી રહ્યો છે. ડેભારી ગામની બેન્ક ઓફ બરોડા શાખા ના મેનેજર બે માસ અગાઉ રોડ અકસ્માત સર્જાયો હતો તે દરમ્યાન થી આજદિન સુધી ડેભારી શાખામાં નવા મેનેજરની નિમણૂક કરવામાં આવી નથી જેના કારણે દુર દુરથી બેન્ક ના કામે આવેલા ખાતેદારોને‌ ભારે મુશ્કેલી પડી રહી છે બે કર્મીઓ થી ચાલતી આ શાખામાં લોલમલોલ જોવા મડી રહી છે.

સાતથી આઠ કિલોમીટર દૂરથી આવતા ખાતેદારોનેે ઈન્ટરનેટ બંઘ છે કાતો આજે ફલાણા કર્મચારી નથી આવ્યા કહી બેન્ક કર્મચારીઓ પોતાની મનમાની કરી ગરીબ પ્રજાને ઘરમના ઘક્ક ખવડાવે છે.બેન્ક પાસ બુકની પ્રિન્ટ કરાવવી હોય તો પંદરથી વિસ દિવસ નીકળી જાય છે આવી રીતે બેન્ક સ્ટાફ પ્રજાને ખોટી રીતે હેરાન કરી રહી છે.

પ્રજાને પડતી મુશ્કેલીને જલદી નિવેડો લાવે
બેન્ક સ્ટાફ દ્વારા ઘણીવાર ખાતેદારો સાથે યોગ્ય વાત કરવામાં આવતી નથી તેમજ ઈન્ટરનેટ સાત દિવસમાં ભાગ્યે બે દિવસ ચાલતું હોય છે અમારી વિનંતી છે કે બેન્ક દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ઘરે પ્રજાને પડતી મુશ્કેલીને જલદી નિવેડો લાવે. સુરેશભાઈ પટેલ, સ્થાનિક ઉપ સરપંચ

અન્ય સમાચારો પણ છે...