તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળામાં હનુમાન જયંતિની ઉજવણી થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા | મારૂતીનગરમાં આવેલા કારોડીયા હનુમાનજીનાં મંદિરે હનુમાન જયંતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મારૂતીયક્ષ યોજાશે.સાંજે ચાર કલાકે યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવશે. સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ભકતોને દર્શન અને પ્રસાદનો લાભ લેવા મંદિરના પૂજારી પુનમજી ઠાકોર (ભગત) એ જણાવ્યું છે. તેમજ પક્ષીભુવન પાસે આવેલા હનુમાન ટેકરીએ આવેલા હનુમાનજીનાં મંદિરે પણ મારૂતી સેવા સમીતી મંડળ દ્વારા હનુમાન જયંતિ નીમીતે મારૂતી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ધજા આરોહણ, સુંગાર આરતી થશે. ત્યારબાદ મારૂતીયજ્ઞનો પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...