તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરા પંથકમાં હનુમાન જ્યંતિ ધામ ધૂમથી ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા શહેર અને તાલુકામાં આજે હનુમાન જ્યંતિ આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક ઉજવાશે. જેમાં મુખ્ય કાર્યક્રમો પાદરાના સ્વામિનારાયણ મંદિર નવાપુરા ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બુધવારના રોજ આનંદના ગરબાનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉમટી હતી. જ્યારે ગુરૂવારે સુંદરકાંડના સંગીતમય પાઠનું આયોજન કરાયું હતું. તથા શુક્રવાર હનુમાન જયંતિ ચૈત્રી પૂનમના દિવસે મારુતિ યાગ યોજાશે અને નવદપંતી જોડાઓ પૂજામાં ભાગ લેશે. અને મહા ભંડારામાં 15 હજારથી વધુ લોકો મહા પ્રસાદી ગ્રહણ કરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેજ પ્રકારે પાતળિયા હનુમાને પૂ. ત્રિલોચના દેવીની રામ કથામાં હનુમાન જયંતિના કાર્યક્રમ વિશેષ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દરાપુરાના પ્રાચીન હનુમાન મંદિરમાં પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ તમામ કાર્યક્રમોમાં શ્રધાળુઓ મોટી સંખ્યામાં દર્શન પૂજન માટે ઉમટશે.

જૈન શ્વેતાંબર સોશ્યલ ગ્રુપ દ્વારા પંખાનું વિતરણ
જૈન શ્વેતાંબર સોશ્યલ ગ્રુપ દ્વારા તા.17 એપ્રિલના રોજ મહાવીર જન્મ કલ્યાણ નિમિત્તે લીમડીના આયુર્વેદિક હોસ્પિટલ મુક્તિરંજન ખાતે વોર્ડ માટે પંખાનું વિતરણ કર્યુ હતું. અને દર્દી અને સ્ટાફ માટે મહાવીર જયંતિ નિમિત્તે પ્રભાવનાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રુપના અધ્યક્ષ રૂચીનબંમની અધ્યક્ષતા હેઠળ અને ડો. પટેલની હાજરીમાં પંખાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ટુવા ઈજનેરે કોલેજમાં વિદાય સમારોહ યોજાયો
ઇજનેરી કોલેજ ટુવામાં ઇલેક્ટ્રિકલ બ્રાંચમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો છેલ્લો દિવસ હોય વિદાય સમારોહનુ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કોલેજના આચાર્ય, હેડ ઓફ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ તથા તમામ સ્ટાફ મિત્રો હાજર રહયા. વિદાય સમારોહની ઉજવણી આચાર્ય દ્વારા કેક કાપીને કરવામાં આવી.

છોટાઉદેપુર ગાબડીયા હનુમાન મંદિરે ચૈત્રી પૂનમનો મેળો ભરાશે
છોટાઉદેપુર વાઘસ્થળ ડુંગરનું ગોદમાં વર્ષો જૂનું રામભકત હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ મળી આવેલ છે. ગામ લોકોએ જ્યાં મૂર્તિ મળી હતી ત્યાં મંદિર બનાવી પૂજા અર્ચના કરતા અનેક મુશ્કેલીઓ દૂર થાય છે અને વ્યસન ધરાવતી વ્યક્તિઓ હનુમાનજીના ભક્ત બની વ્યસન છોડી દીધા છે. આખો દિવસ ગાબડીયા મંદિરે મેળો ચાલશે અને રાત્રીના ભોજન કાર્યક્રમ થશે.

દાહોદમાં હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ ભજનસંધ્યા યોજાઈ
હનુમાનજી જયંતિની પૂર્વ સંધ્યાએ દાહોદના શ્રી પીપળીયા હનુમાનજીના મંદિર પરિસરમાં રાતના સમયે શ્રી રામાયણ મંડળ દ્વારા જાણીતા ગૌસેવિકા અને ભજન ગાયિકા હરિદાસી(હીના) મંદસોર અને તેમના કલાવૃંદની ભજન સંઘ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મહંત જગદીશદાસજી, મહંત બાબાકુમાર સ્વામીજી અને મહંત ભરતદાસજી દ્વારા દીપ પ્રાગટ્ય થયું હતું.

ઝરી ખરેલી ગામે હનુમાનજી જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે
ગરબાડા તાલુકાના ઝરી ખરેલી ગામે વર્ષો પહેલા હનુમાનજીની સ્વયંભૂ પ્રતિમા પ્રગટ થઈ હતી. ગામના ધર્મપ્રેમી લોકોએ નાની ડેરી બનાવી પૂજા કરવામાં આવતી હતી. આજે અહીંયા ગામલોકો દ્વારા સુંદર મજાનું નવું મંદિર બનાવવામાં આવ્યું છે. હનુમાનજી જયંતિ નિમિત્તે આ મંદિરે ભંડારો તથા મહારથીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. જેમાં આજુબાજુના ગામના ભાવિક ભક્તોએ તેનો લાભ લેવો ગરબાડા હનુમાનજી મંદિરે પણ હનુમાન જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાઇકરેલી બપોરે 3 વાગ્યે મંદિરથી નીકળી ગામમાં ફરી પરત મંદિર આવી હનુમાન ચાલીસા પાઠ તથા મહા આરતી પછી સાંજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબાડા તાલુકાના જુદા જુદા ગામોમાં પણ હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

દાહોદની મહિલાને સ્ટ્રોંગ વુમન ઇન ગુજરાતની ટ્રોફી
ાજ્ય સ્તરની રો પાવર વેટ લીફ્ટીંગ સ્પર્ધા અમદાવાદમાં યોજાઇ હતી, આ સ્પર્ધામાં ડેડ લીફ્ટ અને બેન્ચ પ્રેસ કેટેગરી હતી. તેમાં દાહોદ શહેરની ફખરી ફિટનેસ ક્લબનાં લેડી ટ્રેનર તબસ્સુમ ગોહિલે બંને કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યું હતું. સાથે તેમને સ્ટ્રોગ વુમન ઇન ગુજરાતની ટ્રોફિ મેળવી હતી. ઉપરાંત તેમના ટ્રેનિંગ પાર્ટનર સોનિયા જેઠવાની એ પણ ડેડ લીફ્ટ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

સંખેડા આર્ટ્સ કોમર્સ કોલેજમાં કેમ્પસ ઈન્ટરવ્યુ
સંખેડા આર્ટસ - કોમર્સ કોલેજ ખાતે તા. 18ના રોજ કોલેજમાં ચાલતા ઉદીશા કલબ તથા આઈસીઆઈસીઆઈ બેંકના સંયુક્ત ઉપક્રમે અેક કેમ્પસ ઈન્ટરવ્યુનુ આયોજન કરાયુ હતુ. જેમાં 40 જેટલા વિદ્યાર્થીઅોઅે ભાગ લીધો હતો. આ ઈન્ટરવ્યુ સેલ્સ અોફિસર માટેનું હતુ. આઈસીઆઈસીઆઈ તરફથી ઈન્ટવ્યુ લેવા માટે કમલેશ ભરવાડ તથા પૂજા શર્મા હાજર રહ્યા હતા. શરૂઆતમાં આચાર્યઅે આ કેમ્પસ બાબતે વિસ્તૃત સમજૂતી આપી હતી. આ ઈન્ટરવ્યુમાં બીઅે-બીકોમ સેમ-6ના અેપીયર વિદ્યાર્થીઅો માટે હતુ. હાલ તા. 1-4-19ના રોજ યુનિવર્સિટીની પરીક્ષા પૂર્ણ થઈ ને તરત જ ઉદીશા કલબ, આચાર્ય તથા આઈસીઆઈસીઆઈના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પસ ઈન્ટરવ્યુનું આયોજન કરાયુ હતુ. ઈન્ટરવ્યુમાં સીલેક્ટ થયેલા વિદ્યાર્થીઅોને ટ્રેનીંગ માટે બોલાવવામાં આવશે.

દાહોદ અર્બન હોસ્પિટલ ખાતે નર્સિંગ વિભાગની ઓથ સેરેમની યોજાઈ
દાહોદ આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર અંતર્ગત અર્બન હોસ્પિટલ પરિસરમાં કાર્યરત શશીકલા ધનસુખલાલ દાદરવાલા નર્સિંગ કોલેજ, એસ.આર. કડકીયા નર્સિંગ સ્કૂલ અને કે.આઈ.નર્સિંગ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે કેન્ડલ ઓથ સેરેમની યોજાઈ હતી. તા.18-4-19 ના રોજ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં દાહોદ ઝાયડસ હોસ્પિટલ તથા મેડીકલ કોલેજના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મહેન્દ્રભાઈ ડામોર અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઓથ સેરેમનીમાં સંસ્થાના નસિંગ વિભાગના ડાયરેક્ટર પ્રો. ગોપાલભાઈ શર્મા, વિભાગાચાર્ય કે.એલ.લતા, મેને. ટ્રસ્ટી શ્રેયસભાઈ શેઠ, સંસ્થાના પ્રમુખ સંદીપભાઈ શેઠ, ભગિની સમાજના અગ્રણી કલ્પનાબેન શેઠ, યુનિ. ના ડો ભરત ભોંકણ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓની શપથવિધિ સંપન્ન થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...