હાલોલના ઓડ ફળિયામાં દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્ટેટ વિજિલન્સ ને ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ ઓડ ફળિયા માં રહેતો કુખ્યાત બુટલેગર મયુર ઓડ તેના ઘર નજીક એક સેન્ટ્રો.અને ટાટા ઇન્ડિકા કારમાં દારૂનો જથ્થો ભરી લાવી બે એક્ટિવાની ડીકીમાં ભરી દારૂનો વેપલો કરતો હોય મોડી રાત્રે વિજિલન્સે છાપો મારી દારૂના જથ્થા સાથે મયુર અને શિવરામને ઝડપી પાડી પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી હાલોલ પોલીસ મથકે ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે

પંચમહાલ જિલ્લા માં દારૂબંધી ના કડક અમલ વચ્ચે સ્ટેટ વિજિલન્સે ચોક્કસ બાતમીના આધારે હાલોલના ઓડ ફળીયામાં મોટા પાયે દારૂનો વેપલો કરતા કુખ્યાત બુટલેગર મયુર ઓડને ત્યાં છાપો મારી બે કાર સહિત ચાર વાહનોમાંથી દારૂની 1533 બોટલ જેની કીંમત રૂા. 1.89 લાખ મોબાઈલફોન.રોકડા વાહનો સહિત 5 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે બુટેલગર મયુર રાજેશ ઓડ અને ભાગીદાર શિવરામ રતનસિંહ પરમાર રહે પ્રતાપપુરા હાલોલ ને ઝડપી પાડી દારૂનો જથ્થો મોકલનાર છોટાઉદેપુર જિલ્લાના ટીમલા ગામનો સુનિલ નામના ઇસમ વિરુદ્ધ હાલોલ પોલીસ મથકે પ્રોહીબીસન નો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે થોડા સમય પહેલાજ સ્ટેટ વિજિલન્સે હાલોલ બાયપાસ નજીક આવેલ સાઇ ટેનામેન્ટમાંથી મોટા પ્રમાણમાં ભરત ગોહિલનો દારૂનો જથ્થો ઝડપી કાર્યવાહી કરાતા હાલોલના તત્કાલીન પી.આઈ અમીનને સસ્પેન્ડ કરાયા હતા

સ્ટેટ વિજિલન્સ દ્વારા વિદેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ

_photocaption_વિદેશી દારૂનો જથ્થા ભરેલાં વાહનો સાથે બે ઇસમો ઝડપાયા. }મકસુદ મલિક*photocaption*
અન્ય સમાચારો પણ છે...