તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામપુરા સહિતના પંથકમાં અડધો ઇંચ વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુવાળ પંથક સહિતના વિસ્તારમાં રવિવારે બપોર ભારે પવન સાથે અડધો ઇંચ જેટલો વરસાદ વરસી જતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વધુ વરસાદને કારણે જગતનો તાત મુશ્કેલીમાં સરી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચુંવાળ પંથક સહિતના વિસ્તારમાં રવિવાર બપોરે 4 વાગ્યાના અરસામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 15 મીનીટ સુધીમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ચુંવાળ પંથકમાં છેલ્લા 3 દિવસથી રાત દરમિયાન વરસાદ વરસી રહ્યો છે. રામપુરામાં રવિવારે બપોર બાદ વરસાદ વરસવાનુુંં શરૂ થયો હતો. 15 મીનીટના સમયગાળામાં જ અડધા ઇંચ જેટલો વરસાદ પડી જતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. નવરાત્રીના પ્રથમ દિવસે જ ધોધમાર વરસાદ વરસતાં ખેલૈયાઓમાં નીરાશા વ્યાપી હતી.

અન્ય સમાચારો પણ છે...