તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિનોરમાં મતદાન અંગે બાળકોને માર્ગદર્શન અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિનોરની જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં અાગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે મતદાન વધુમાં વધુ થાય માટે સરકારના સંલગ્ન અધિકારીઓ દ્વારા શાળાના બાળકોને મતદાન અભિયાન જાગૃતિ હેઠળ વધુમાં વધુ મતદાન કરાવવા માટે શાળાના બાળકોને માગર્દશન અાપ્યું હતું. હાઈસ્કૂલથી બજાર સુધી રેલી નીકળી હતી.

અાગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે મતદારોમાં મતદાન વધુમાં વધુ થાય તે માટે ચૂંટણી કામગીરીની અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી યુએન રાઠોડ, શિક્ષણ નિરીક્ષક કેબી પરમાર તથા શિનોર મામલતદારે શિનોરની જેસી પટેલ હાઈસ્કૂલના બાળકોને પોતે મતદાતા નથી.પરંતુ મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવવા અાહવાન કર્યું હતું. યુ એન રાઠોડે મતદાન વૃદ્ધો અને અશક્તો કરી શકે તે માટે બાળકો મદદરૂપ થાય, ગૃહિણીઓનેમતદાન કરવા સંદેશ સાથે શિનોર શાળાના બાળકોને મતદાન વધુમાં વધુ કરાવવા શપથ લેવડાવ્યા હતા. ત્યાર બાદ બાળકોની શિનોર હાઇસ્કૂલથી બજાર સુધી રેલી નીકળી હતી. અા કાર્યક્રમમાં શિનોર મામલતદાર તથા શાળાના અાચાર્ય દિલિપ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.

િશનોરની જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં અાગામી આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે સરકારના સંલગ્ન અધિકારીઓ દ્વારા શાળાના બાળકોને મતદાન અંગે માર્ગદર્શન આપવા માટે મતદાનઅભિયાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તસવીર જગદીશ વાળંદ

અન્ય સમાચારો પણ છે...