તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠનમાંથી લઘુમતી સમાજની બાદબાકી કરતા પંચમહાલ લોકસભા મત વિસ્તારના લઘુમતી સમાજના આગેવાનોએ બાલાસિનોર ખાતે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલા જ પંચમહાલ બેઠકમાં આ રીતે અસંતોષ ઉભા થતાં કોંગ્રસના મોવડી મંડળ પણ મુંઝવણમાં મુકાઇ ગયાં હતાં.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા થોડાક દિવસો અગાઉ જાહેર થયેલા નવા માળખામાં મહીસાગર જીલ્લામાંથી લઘુમતી સમાજના આગેવાન તથા કાર્યકરને સ્થાન આપવામાં આવ્યું નથી. જેમાં ચારે તરફ લઘુમતી સમાજની બાદબાકી કરવામાં આવી હોવાની બૂમ ઉઠી છે. જે સંદર્ભે સોમવારના રોજ બાલાસિનોર ખાતે પંચમહાલ લોકસભા મતવિસ્તારના (સમાવિષ્ટ) તાલુકાના અગ્રણીઓની એક સભા યોજાય હતી જેમાં લઘુમતી સમાજના આગેવાનો, બહેનો, યુવાનો મોટી સંખ્યામાં ખાતે હાજર રહ્યા હતા. આ બાબતે દિન સાતમાં ઉકેલ ન આવે તો લોકસભાની ચૂંટણીમાં પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં તમામ લઘુમતી સમાજ આગેવાનો, કાર્યકરો, યુવાનો અને બહેનો નિષ્ક્રિયતા દાખવશે. તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ બેઠકમાં દરેક સમાજના અગ્રણી જેમાં ઠાકોર, દલિત, પટેલ, બ્રાહ્મણ અને દરબાર સમાજના આગેવાનો હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાન સમીરભાઈ શેખ, ઇકબાલભાઈ પોચા, નવાબખાન પઠાણ, મુન્નાભાઈ, રેહાન બોબી હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી રફીક તિજોરીવાળા, પીનકીન શુકલ, અજયસિંહ ચૌહાણ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પી. એમ. પટેલ, ઠાકોર સમાજના આગેવાન ઉદેયસિંહ ચૌહાણ પણ હાજર રહ્યાં હતાં. હાજર પ્રદેશ સમિતિના પંચમહાલ મહીસાગર જિલ્લાના હાજર હોદ્દેદાર સમગ્ર બાબતે 28 ફેબ્રુઆરીના રોજ જન આક્રોશ રેલી બાદ પ્રદેશ પ્રમુખ સાથે વાત કરશે અને આગેવાનોને મળી તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો