તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજના ગાડીયારા, અંકલઇના ગ્રામ પંચાયત ઘર શોભાના ગાંઠિયા સમાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજ તાલુકાના ગાડીયારા અને અંકલઇ નવનિર્મિત ગ્રામ પંચાયત ઘર લોકપયોગી માટે બનાવવામાં આવ્યું હતું. જે હાલ શોભાના ગાંઠીયા સમાન બન્યા છે.

દાણાના વિજયભાઈ ભીખાભાઈ પટેલના જણાવ્યા અનુસાર, કપડવંજ તાલુકાના ગાડીયારા અને અંકલઇ ગ્રામ પંચાયત આજથી ત્રણ વર્ષ પહેલા આંબલીયારા ગ્રામ પંચાયતમાંથી વિભાજીત થઇ બનાવવામાં આવી હતી. જેના નવિન મકાનો માટે સરકાર તરફથી લાખો રકમના ખર્ચે પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. જે છેલ્લા એક વર્ષથી તૈયાર થઇ ગયું છે. તેમાં હજુ સુધી લાઇટનું કનેકશન આવ્યું નથી. આ કનેકશનની જવાબદારી મકાન બનાવનારા એજન્સીની છે. છતાં તેઓને પીડબલ્યુડી દ્વારા ફાયનલ પેમેન્ટ આપી દેવામાં આવ્યું છે. આ કામગીરી અધુરી છે. આમ લોકોપયોગ માટે સરકાર દ્વારા ગ્રામ પંચાયતનું વિભાજન કરીને લોકોને તકલીફ ન પડે તે માટે જે તે ગામે પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. પરંતુ કોન્ટ્રાક્ટર અને સરકારી અમલદારોની મીલીભગતથી આ ગામોના લોકોને ઘણી હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. આ અગે જે તે એજન્સી પાસે કામ પુરૂ કરાવી સત્વરે આ પંચાયત ઘરોનું લોકાર્પણ થાય તો સાચા અર્થમાં લોકહિતાર્થનું સરકારનું સ્વપ્ન સાકાર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો