તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં દબાણો હટાવવાનો સીલસીલો ય‌થાવત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા પાલીકા દ્વારા બે દિવસની રજા બાદ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખી ટાઉન રોડ વિશ્વકર્મા ચોક થી સરદાર નગર ખંડ બાજુના 50 જેટલા દબાણોનો સફાયો કરવામાં આવ્યો.શહેરની ટ્રાફીક સમસ્યા દિન પ્રતિદીન વકરતા શહેરના કલાલ દરવાજા,લાલબાગ બસ સ્ટેશન, બગીચા રોડ,બાવાની મઢી,સ્ટેશન રોડ,પોસ્ટ ઓફીસ,ગોંન્દ્રા વિગેરે વિસ્તારોમાં તમામ પ્રકારના દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે.સોમવારના રોજ નગરપાલીકાથી ટાઉનરોડ થી વિશ્વકર્મા ચોક,સરદારનગર ખંડ સુધીના દબાણો હટાવી દેવાયા.ત્યાંથી સીવીલ પાસે મુખ્ય રોડ પર ખડકી દેવાયેલા 30 જેટલા લારી,ગલ્લા અને ગેરેજ મળી દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો.કેટલાક વિસ્તારમાં દબાણો હટાવ્યા બાદ કેટલાક વહેપારીઓ દ્વારા જાણીબુઝીને સરસામાન બહાર ગોઠવવામાં આવી રહ્યો છે.દબાણોનો સફાયો છેલ્લા દસ દિવસથી કરવામાં આવી રહ્યો છે પરંતુ ટ્રાફીક ને ધ્યાનમાં લેતા જ્યાં જુઓ ત્યાં આડેધડ વાહનોનો ખડકલો થઇ જતો હોવાથી રાહદારીઓ પરેશાન થઇ ગયા છે.એકહાથે તાળી પાડતા પાલીકાની દબાણ હટાવો ઝુંબેશમાં શહેર પોલીસ તંત્ર કે ટ્રાફીક પોલીસનો ટ્રાફીકને લઇ કોઇ સહકાર જોવા મળતો નથી.માત્ર દબાણો હટાવવાથી સમસ્યા દુર થતી નથી ત્યારે જિલ્લા પોલીસ વડા અને અન્ય વહીવટી તંત્રએ પાટનગર ને ટ્રાફીક મુક્ત કરવા રસ દાખવવો જોઇએ .

ગોધરા નગર પાલીકા દ્વારા ટાઉન રોડથી વિશ્વકર્મા મંદિર વિસ્તારના દબાણો દુર કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો