તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરામાં તૃપ્તી હોટલ પાસે વાહનની ટક્કરે મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા શહેરના યુવાન રાત્રીના સમયે બાયપાસ રોડ ઉપર આવેલી હોટલે જમવા જતાં રસ્તામાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પીટલ ખાતે લઇને જતાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

ગોધરા પાલિકાના પાણી પુરવઠાના એન્જીનીયર ભદ્રેશભાઇ પંડયાના ભાઇ દક્ષેશભાઇ પંડયાનો પુત્ર તીર્થભાઇ રાત્રીના 10.30 કલાકે ધરેથી જમવા જવું છું તેમ કહીને નીકળ્યો હતો. આશરે 11 વાગ્યેે લીસેસર બામણીયા ફળીયાના પાટીયા પાસેના રોડ પર વાહન ચાલકે પુરપાટ હકારીને તીર્થની બાઇકની ટક્રકર મારતાં તીર્થ રોડ પર પટકાતાં તના માથાંના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. તીર્થ ઇજાગ્રસ્ત હોવા છતાં હિમંત કરીને મોબાઇલથી નાના ભાઇને ફોન કરીને અકસ્માતની જાણ કરતાં તીર્થના પિતા અને નાના ભાઇ ગાડી લઇને અકસ્માતવાળી જગ્યાએ આવીને ઇજાગ્રસ્ત તીર્થને સારવાર અર્થે ગોધરા સિવિલ ખાતે લઇને ગયા હતા. પણ ગંભીર ઇજાઓને લઇને તીર્થનું મોત નિપજયું હતું. આ અંગેની પોલીસ ફરીયાદ દક્ષેશભાઇ પંડયાએ ફરિયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...