તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાની ધો. 10ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને જિલ્લા પોલીસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોધરાની ઇકબાલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા પોલીસ વહીવટી તંત્ર અને ગોધરા મુસ્લિમ સમાજ વતી ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ,ચોકલેટ,અને પેન અર્પણ કરી પરીક્ષા માં સફળ થાવ તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

પંચમહાલ જિલ્લા પોલીસ વહીવટી તંત્ર વતી જીલ્લા નાયબ પોલીસ અધીક્ષક આર.આઈ.દેસાઈ, બી ડીવીઝન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર મયંક પંડ્યા ,મુસ્લિમ સમાજ વતી
કેસરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ફારૂકભાઈ કેસરી, ઇસહાકભાઈ મામની (સામાજિક કાર્યકર્તા) ઈદરીસ ભાઈ દરઘાઈ, (નગરપાલિકા સભ્ય) એહમદ રસુલભાઈ ,શોકતભાઈ ચાનકી, અસ્લમ દુરવેશ , મેહબૂબભાઈ શહેરીયા, શાળાના આચાર્યા સાયરા બેન તેમજ શાળાના શિક્ષકો સહીતના મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ તેમજ પોલીસ
સ્ટેશનના સ્ટાફ સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
અને વિદ્યાર્થીઓની પરીક્ષા લક્ષી હિમ્મત વધારી હતી અને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા અને પરીક્ષા માં સફળ થાય તેવી દુઆ કરવામાં આવી.

જયારે શાળા ના બાળકો એ આશીર્વાદ મેળવ્યા હતા.અને મુસ્લિમ સમાજ સહીત જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા જે હિમ્મત આપવામાં આવી હતી તે માટે આભાર વ્યક્ત કર્યો જયારે મુસ્લિમ સંસ્થાઓ દ્વારા પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે પીવાના પાણી તેમજ
બેસવા માટે ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગોધરાની ઇકબાલ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ,ચોકલેટ, પેન અર્પણ કરાયા

ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એક વિદ્યાર્થી ગેરરીતિ કરતાં ઝડપાયો

પંચમહાલમાં ધો 10ના 891 વિદ્યાર્થીઓ ગેરહાજર તથા ધો 12માં બંન્ને પ્રવાહના 77 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે સ્ક્વોર્ડે મહેતા હાઇસ્કુલમાં ધો 12ના વિજ્ઞાન પ્રવાહના પરિક્ષાર્થીને ગેરરીતી કરતા ઝડપી પાડ્યો હતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો