તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા પાલિકાએ મંજૂરી વિના પાણીના કનેકશન આપીને ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપની રજૂઆત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોધરા શહેરમાં નગર પાલિકા દ્વારા નવિન પાણીની ટાંકીઓ બનાવવામાં આવેલ છે. તે પાણીની ટાંકીઓ પૈકી મટન માર્કેટ વ્હોરવાડ વિસ્તારની પાણી ટાંકીની નવીન ડીસ્ટ્રીબ્યુશન લાઇનોમાં નગર પાલીકાની મંજૂરી લીધા વિના પાલીકાના અધિકારી અને પદાધિકારીઓએ સીધેસીધા પાણીના હાઉસ કનેકશનો આપીને કનેકશન હોલ્ડર પાસેથી નાણાંની વસૂલાત કરી હોવાના આક્ષેપ કરતી અરજી મોહંમદ ઇસ્માઇલ મદારીએ જિલ્લા કલેકટરને કરી હતી. આક્ષેપ કરતી અરજીમાં જણાવ્યું હતું કે નવિન પાણીની લાઇનોમાંથી હાઉસ કનેકશન માટે સેવા સદન દ્વારા નિયમ કરેલ એવરેજ એક કનેકશનનો ચાર્જ 3 હજાર લેવાનો હોય છે. પણ ગોધરા સેવા સદનના અધિકારી, પદાધીકારીઓએ સેવા સદનની મંજૂરી વગર સીધે સીધા હાઉસ કનેકશન નાંખી અને કનેકશન હોલ્ડર પાસેથી નાણાંની વસુલાત કરી હોવાનો આક્ષેપ કરીને કનેકશન પૈકી વસૂલેલી રકમની સેવા સદનના કોઇ પણ હેડે નોંધ થયેલી નથી. પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરીને ગોધરા સેવા સદનને મોટું આર્થિક નુકસાન કરીને ભ્રષ્ટાચાર કર્યો હોવાની આક્ષેપ કરીને હાઉસ કનેકશન લાઇનની તપાસ કરીને સંબધિત અધિકારી, પદાધિકારીઓ સામે પગલાં ભરવાની લેખિત રજૂઆત કરી હતી.

પાલિકામાંથી મંજૂરી મેળવ્યા બાદ કનેકશનો આપ્યા છે : પાલિકા અધિકારી

પાણીની આખી લાઇન ચેક કરીશું

રજુઆત કરેલા આક્ષેપ ખોટા છે. નગર પાલિકામાંથી મંજુરી લીધી હોય તેઓને પાણીના કનેશકન આપ્યા છે. તેમ છતાં આખી લાઇન ચેંક કરીને ગેરકાયદેસર પાણીના કનેકશન મળશે તો કનેકશન કાપી નાખીને કાર્યવાહી કરીશુ.>ભદ્રેશ પંડયા, એન્જીનીયર પાણી પુરવઠા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો