તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા કોમર્સ કોલેજની જમીનનાે વિવાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાની નવિન કોમર્સ કોલેજની જમીનનો વિવાદ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. ત્યારે કોલેજ કેમ્પસમાં સાફ સફાઇ કરતા જેસીબી પર કેટલીક મહિલાઓ લાકડાના ડંડા લઇ આવીને પથ્થર મારો કરીને કાચ તોડી નાખ્યો હતો.ચાર મહિલાઓએ શૌર્ય દિનની ઉજવણીના ભાગરૂપે ભારતમાતાના પુજનના કાર્યક્રમ કરતાં વિધાર્થીઓને ડંડાથી મારમારીને કોલેજમાં ઘુસીને શૌક્ષણીક કાર્યને ખોરવવાની કોશિશ કરતાં કોલેજના વિઘાર્થીઓ,સ્ટાફ સહિત આચાર્ય ભયભીત થઇ ગયા હતા. પોલીસ ઘટના સ્થળે દોડી આવીને મામલો થાળે પાડયો હતો.કોલેજ દ્વારા પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી.

ગોધરાની ગોવિદગુરૂ યુર્નિ.ની પાછળ આવેલી સરકારી જમીન કોમર્સ કોલેજને ફાળવી આપી હતી. તે જમીન પર નવિન કોમર્સ કોલેજ બનાવાઇ છે. આ કોલેજના કેમ્પસમાં બુઘવારે સવારે જેસીબી મશીનથી સાફ સફાઇ ચાલતી હતી. તે દરમીયાન કેટલીક મહિલાઓ હાથમાં ડંડા લઇને આવી પથ્થર મારો કરી જેસીબીનો કાચ તોડી નાખ્યો હતો. મહિલાઓને સમજાવવા કોલેજ કેમ્પસના ડાયરેકટર ડો.એસ.એ.હસન આવતાં તેઓને પણ ડંડા મારીને ભગાડી દીઘા હતા. બાદમાં અજાણી મહિલાઓએ કોલેજની બહાર શૌર્ય દિવસની ઉજવણીના ભાગ રૂપે ભારતમાતાનું પુજનનો કાર્યકમ ચાલતો હતો. ત્યાં જઇને વિઘાર્થીઓ પર પથ્થર મારો કરતાં વિધાર્થીઓએ કહ્યું કે મારી ભારત માતાને મારશો નહિ તમારો ઝઘડો તો કોલેજ જોડે છે. તેમ કહેતાં મહિલાઓએ ચાર વિધાર્થીઓને

...અનુ. પાન. નં. 2

કોલેજમાં ઘુસીને શૈક્ષણિક કાર્યમાં બાધા પાડી
કોલેજ કેમ્પમાં જેસીબીથી કરાતા સાફ સફાઇ સમયે ચાર પાંચ અજાણી મહિલાઓ આવીને કામમાં રુકાવટ કરી જેસીબીની તોડફોડ કરી હતી.તેઓને હું ઓળખતો નથી પણ તેઓ અમારી જમીન છે તેમ કહેતાં હતા. મહિલાઓએ કાર્યકમ કરતાં વિધાર્થીઓ પર હુમલો કરીને અમને પણ માર્યા હતા. કોલેજમાં ઘુસીને શૈક્ષણીક કાર્યમાં બાધા પાડીને હુમલો કર્યો હતો.ઘનશ્યામ.એચ. દવે, ઇન્ચાર્જ પ્રિન્સીપાલ, કોમર્સ કોલેજ

અગાઉ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો
ટ્રસ્ટને સરકારે 10 એકર જમીન આપેલ હતી.જમીનનો વિવાદ વર્ષોથી ચાલતો હતો. જમીન પર કોલેજનું બિલ્ડીંગ બનાવતી વખતે પણ કામ બંધ કરાવ્યું હતું ત્યારે પણ મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો. જમીનનો વિવાદ કોર્ટમાં જતાં કોર્ટમાં કોલેજની જીત થઇ હોવાનું કોલેજ પદાધિકારીઓએ જણાવ્યું હતુ. તેમ છતાં કેટલીક અજાણી મહિલાઓએ કોલેજના વિધાર્થીઓ તેમજ પ્રિન્સીપાલ, કેમ્પસ ડાયરેકટર ઉપર ડંડા વડે હુમલો કર્યો હતો.

ભારતમાતાના પૂજનના કાર્યક્રમમાં છાત્રોને ડંડાથી મારી મહિલાઓ દ્વારા કોલેજમાં તોડફોડ
ગોધરાની નવિન કોમર્સ કોલેજના કેમ્પસમાં વિધાર્થીઓ સાથે ઝપાઝપી કરતી મહિલાઓ કરતી નજરે પડે છે.

એટ્રોસિટીની ફરીયાદ કરવાની ધમકી આપી
ગોધરાની બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોલેજના વીદ્યાર્થીઓએ લેખિતમાં અરજી આપી કે કોલેજ ખાતે શૌર્ય દિવસની ઉજવણી કરવા દરમિયાન કેટલીક માથા ફરેલ ઝનુની મહિલાઓ દ્વારા પૂજન કરતા વિધાર્થીઓ પર પથ્થર મારો કરીને ઝપાઝપી કરી હતી. મહિલાઓએ વિધાર્થીઓના શર્ટ ફાડી નાખ્યા હતા. જમીનનો વિવાદ કોલેજ સાથે હોવા છતાં મહિલાઓએ ભાવિનભોઇ, શાહિલ ભોઇ, કૃષ્ણા ચૌહાણ તથા કીશન દેવડા પર હુમલો કરીને એટ્રોસીટી કરવાની ઘમકી આપી હોવાની આક્ષેપ કરતી અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો