તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરા પાલિકા ગાંધીજી સહિતના નેતાઓની પ્રતિમાઓને સાફ કરવામાં નિષ્ફળ રહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં ગાંધી ચોક પર મુકવામાં આવેલી ગાંધીજી સહિત અન્ય નેતાની પ્રતિમાને સાફ કરી ઉમેદવારોએ ફુલહાર ચઢાવ્યા હતા. ત્યાર બાદ ધૂળના થર તથા સુકાયેલા ફુલહારથી ગંદી થયેલી પ્રતિમાઓ નજરે પડતી હતી. પરંતુ પાલીકા કે રાજકીય પક્ષો દ્વારા શહેરની એક પણ નેતાની પ્રતિમાની સાફ સફાઇ કરવામાં આવતી નથી.

પ્રાપ્ત માિહતી અનુસાર, ગોધરામાં ગાંધી ચોક સહીત અન્ય સ્થળોએ નેતાઓની પ્રતિમાઓ મુકવામાં આવેલી છે. જેનો ફક્ત તેઓની જન્મ જયંતિ કે નિવાર્ણ દિને જ પાલીકા કે રાજકીય પક્ષો દોડી જતા હોય છે. ત્યાર બાદ કોઇ કાળજી રાખતુ નથી હાલમાં રાજકીય પક્ષના ઉમેદવારો લોકસભાની ઉમેદવારી નોંધાવા ગયા ત્યારે ગાંધીજી સહિત અન્ય નેતાની પ્રતિમાને યાદ કરી ફુલહાર ચઢાવ્યા હતા.

ભારત સરકાર દ્વારા હાલ સમગ્ર દેશમાં સફાઇ અભિયાન પણ જોરશોરથી ચાલી રહયું હોય ત્યારે ભારત નહી. સમગ્ર વિશ્વને શાંતિ અને અહીસાનો સંદેશો આપનાર અને સ્વચ્છતાના પુજારી એવા રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમા સહિતની અન્ય પ્રતિમાની સાફ સફાઇ કરવામાં આવતી નથી.

ગાંધી ચોક ખાતે દરરોજે નગર પાલીકાનો કર્મચારી રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે સ્થળ પર આવે છે. પરંતુ તે પણ આંખ આડાકાન કરીને ફક્ત ધ્વજ ફરકાવી અને સાંજે ઉતારીને જતો રહે છે. તો નગર પાલિકા શહેરમાં મુકેલી નેતાઓની પ્રતિમાની સાફ સફાઇ કરશે કે પછી એજ કોઇ કાર્યક્રમની રાહ જોવામાં આવશે

પ્રતિમાઓ પર ધુળના થર તથા સુકાયેલા હાર નજરે પડે છે. તસવીર હેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...