ગોધરામાં જથ્થાબંધ ફ્રુટના વેપારીઓ દ્વારા કાર્બાઈડથી પકવેલ ફળોનો નાશ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં જથ્થાબંધ ફળના વેપારીઓ ફળો ઝડપથી પાકે તે માટે પ્રતબંધિત કેમિકલનો વપરાશ કરતા હોવાની બૂમને પગલે નગર પાલિકા ફુડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમા 120 કિલો કેરી,150 કિલો ચીકુ તથા કાબૉઇડની પડીકીઅો જપ્ત કરી તમામનો નાશ કરવામાં આવ્યો હતો. જેને પગલે જથ્થાબંધ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આ ઉપરાંત કેરીના તંબુવાળાઓ પાસેથી ચાસણી તથા રસનો નાશ પણ કરાયો હતો.

ઉનાળાની સિઝન શરૂ થતાજ ફળોનો રાજા કહેવાતી કેરીનો પાક બજારમાં ...અનુ. પાન. નં. 2

કાર્બાઈડથી પકવેલ ફળોની ઝુંબેશ ચાલુ જ રહેશે
ગોધરા નગર પાલિકા નગર પાલિકા ફુડ વિભાગ દ્વારા જથ્થાબંધ ફ્રુટના વેપારી સહિત અન્ય સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમા કાર્બાઈડથી પકવેલ ફળોનો ઓછો જથ્થો મળી આવેલ હતો. પરંતુ મનુષ્ય માટે હાનિકારક એવા કાર્બાઈડથી પકવેલ ફળોની શોધવાની ઝુંબેશ ચાલુજ રહેશે અને કાર્યવાહી પણ કરાશે. વાય.સી.શાહ, ફુડસેફ્ટી ઓફીસર પાલિકા,ગોધરા

ફ્રુટના વેપારીને દ્વારા કાર્બાઈડથી પકવેલ ફળોનો પાલીકા ફુડ વિભાગ દ્વારા નાશ કરાયો. હેમંત સુથાર