તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાનવડ પ્રા.શાળાનાં બાળકો પાસે ફેંકાવાતો કચરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જીલ્લા મથકેથી માત્ર ૧૦ કિલોમીટર ના અંતરે આવેલ પાનવડ ગામની મધ્યમાં આવેલ પ્રાથમિક શાળામા અભ્યાસ કરતા નાના બાળકો પાસે શાળા ની ગંદકી ફેંકવા મજબૂર કરતા શિક્ષકો ,, શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પાસે શાળામાં થી ગંદકી ની સફાઈ કરાવી અઠવાડિક ના પ્રત્યેક દિવસના વિધાર્થીઓના વારા બાંધી, દરરોજ નાના બાળકો પાસે શાળાના શિક્ષકો ગામથી અડધો કિલોમીટરના અંતરે આવેલ ધામણી નદીમાં કે જ્યા ગામના ગંદા કચરાનો નિકાલ થાય તેવી ગંદકી વાળી જગ્યાએ કચરો ફેંકવા મોકલવામાં આવેછે. વધુમાં શાળામાંથી અડધો કિલોમીટર કચરો ફેકવા માટે લોખડની કચરા ગાડીના તૂટેલા પૈડાંને ઢસડીને બાળકો વારાફરતી આગળ પાછળ ધક્કા મારી કચરો ફેંકવા માટે દરરોજ જતા હોય છે.

પ્રાથમિક શાળામા અભ્યાસ કરતા નાના બાળકો પાસે શાળા ની ગંદકી ફેંકવા મજબૂર બન્યા. ઇકબાલ શેખ

આજે કચરો નાંખવાનો અમારો વારો છે, કાલે બીજાનો વારો છે
આ અંગે શાળામાં ધોરણ સાતમા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ જણાવેલ કે આજે કચરો નાંખવાનો અમારો વારો છે, કાલે બીજા વર્ગના વિધાર્થીઓનો વારો છે.

બપોર પછીનો કચરો વિદ્યાર્થીઓ નાંખવા જાય છે
સવારે સફાઈ કામદાર સફાઈ કરે છે, બપોર પછીનો કચરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાખવામાં આવે છે. મહેન્દ્રભાઈ આચાર્ય, પાનવડ પ્રાથમિક શાળા,

અન્ય સમાચારો પણ છે...