તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરામાં ગાંધી સંદેશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નીકળેલ યાત્રા પાદરામાં આવી પહોંચી હતી.

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે 27મીથી દાડીથી આ સંદેશ યાત્રા નીકળી હતી. જેમાં નીકળેલી યાત્રા વિવિધ તાલુકામાં થઈ પાદરા તાલુકામાં આવી પહોંચી હતી. કરજણ તાલુકા બાદ બપોર બાદ પાદરા તાલુકામાં યાત્રા કોઠવાળાથી પ્રવેશ હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા નેતુંત્વ નીકળેલી યાત્રામાં વડોદરા જિલ્લાના પાદરાના કોઠવાળાથી પ્રવેશ કર્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશ પ્રભારી મોહનતી તથા મોલિન વેષ્ણવ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સહીત રાજ્ય સભા સાંસદ નારણ રાઠવા સહિત વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ મુખી સહિત પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર સહિતના આગેવાનો કોઠવાળ ગામેથી જોડાયા હતા. જે યાત્રા તાલુકાના વિવિધ ગામો થઈ પાદરા નગરમાં આવી પહોંચી હતી. પાદરાના શામળ કુવા પાસે પાદરા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. જ્યાં પાદરા શહેરના કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પાદરા શહેરના મુખ્ય માર્ગો પર યાત્રા ફરીને પાદરા S T ડેપો પાસે આવેલી સરદારની પ્રતિમાએ કોંગી આગેવાનો દ્વારા ફુલહાર કરવામાં આવ્યું હતું. તે પહેલાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પણ ફૂલહાર કરાયા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં બાઈક સવાર જોડાયા હતા. પરંતુ કોઈના માથે હેલ્મેટ પહેરેલી ન હતી. જે અચરજ પમાડે તેવી ઘટના હતી.

પાદરા અને કરજણમાં ગાંધી સંદેશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યં હતું. ગોપાલ ચાવડા, જતીન વ્યાસ

દાંડીયાત્રાનું કરજણમાં ભવ્ય સ્વાગત સાથે રેલી યોજાઇ
મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે મહાત્મા ગાંધીજીની વિચારધારા જન જન સુધી પહોંચે એ માટે કોંગ્રેસ દ્વારા દાંડીથી સાબરમતી સુધીની દાંડી યાત્રાનું આયોજન કરાયું છે. જે દાંડીયાત્રા રવિવારે કરજણ આવી પહોંચતા કરજણ ટોલ પ્લાઝા ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ કરજણના ધારાસભ્ય સંસદીય સચિવ જીલ્લા પંચાયત કરજણ તાલુકા પંચાયત તેમજ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરી દાંડીયાત્રાની રેલી કરજણ નગરમાં નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...