સાણંદના વિરોચનનગરથી જુગાર રમતાં 7 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદના વિરોચનનગર ગામે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી સાણંદ જીઆઇડીસી પોલીસને મળતા પોલીસે રેડ પાડતા 10,680ના મુદ્દામાલ સાથે 7 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

બુધવારે રાત્રે 11:15 કલાક આસપાસ સાણંદ જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે સાણંદ તાલુકાના વિરોચનનગર ગામમાં હરીજનવાસમાં આવેલ રામજી મંદિર પાસે ખુલ્લી જગ્યામાં રેડ કરતા હજરતખાન દિલાવરખાન પઠાણ, ઝુમ્માખાન મોતીખાન પઠાણ, બાબુભાઈ છગનભાઈ ચાવડા, પ્રમેશભાઈ ભલાભાઈ મકવાણા, હસમુખભાઈ બળદેવભાઈ ચાવડા, હસમુખભાઈ નરશીભાઈ ચાવડા, નીલેશકુમાર ઘનશ્યામભાઈ પ્રજાપતિ તમામ રહે. વિરોચનનગર ગામ તા.સાણંદ નાઓની રેડ દરમિયાન રોકડ રૂ 10,680/-ના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી છે. આ અંગે સાણંદ જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રેડમા રોકડ રૂ 10,680ના મુદ્દામાલ જપ્ત

અન્ય સમાચારો પણ છે...