બે અલગ અલગ ગાડીમાંથી રૂા 3.72 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયાં

Waghodia News - from two different trains there were 4 laps with foreign liquor of rs 372 lakh 080138

DivyaBhaskar News Network

Oct 13, 2019, 08:01 AM IST
હાલોલ વડોદરા રોડના જરોદ પાસે રેફરલ ચોકડી પરથી અને વીર ભાથીજી ચોકડી પાસે બે ગાડીમાંથી 3.72 લાખના દારૂ સાથે 16.82 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસ બંને ગાડીમાંથી ચાર શખ્સને ઝડપી પાડ્યા હતા.જ્યારે એક ભાગી છૂટ્યો હતો.

પ્રાપ્તિ વિગતો અનુસાર વાઘોડીયા પોલીસને મળેલી બાતમીના આધારે સ્ટાફ સાથે હાલોલ વડોદરા રોડના જરોદ પાસે રેફરલ ચોકડી પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા તેણે કોર્ડન કરી પકડવા જતાં ગાડીના ચાલકે દૂરથી પોલીસ સ્ટાફને જોઈ ગાડી પૂરઝડપે ભગાડી જતાં પોલીસ સ્ટાફે પીછો કરી પકડીના દાવ જેવી રમત સાથેના દ્રશ્યો સર્જાયા હતા પરંતુ પોલીસે પણ પુર ઝડપે વાહનને ચલાવી ભાગી ગયો હતો. આગળ ગાડીને આલમગઢના સ્ટેન્ડ પાસે રોકી ગાડીની અંદર ચેક કરતા ગાડીમાંથી વિદેશી દારૂ જથ્થો બોટલો નંગ 396 તેમજ બિયરની ટીન નંગ 108 સાથે નંગ 504 કિં 184932 સાથે ગાડી કિં.5 લાખ મળીને 688932 રૂપિયાનો મુદ્દામાલ સાથે આરોપી સમીર હુસેન રહે. અંબા ટાવર સરખેજ અમદાવાદ, અરબાઝ ખાન પઠાણ રહે કાલુપુર ટાવર અમદાવાદની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં બાતમીના આધારે હાલોલ વડોદરા રોડના જરોદ વીર ભાથુજી ચોકડી પાસે ગાડીમાંથી વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 375 જેની કિં 187500 સાથે ગાડીની કિં. 8 લાખ મુદામાલ 993500 રૂપિયા સાથે બે આરોપી સુરેશચંદ્ર ડાંગી, બંસીલાલ કીર બંને રહે. રાજસ્થાનને પકડી પાડ્યંા હતા. જ્યારે પૂસ્કર ડાંગી રહે. રાજસ્થાનને નાસી છુટ્યો હતો. જેના વિરૂદ્ધ વાઘોડીયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

X
Waghodia News - from two different trains there were 4 laps with foreign liquor of rs 372 lakh 080138

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી