સાણંદના ઝોલાપુર ગામેથી રૂ. 1.56 લાખના વિદેશી દારૂ સાથે 1 ઝડપાયો

Sanand News - from sanand39s zolapur village rs 1 speed with 156 lakh foreign liquor 074608

DivyaBhaskar News Network

Nov 16, 2019, 07:46 AM IST
સાણંદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ઝોલાપુર ગામેથી સાણંદ જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.

ડીએસપી આર.વી.અસારી અને ડીવાયએસપી કે ટી કામરિયાના માર્ગદર્શનથી હાલ અમદાવાદ જિલ્લામાં દારૂની બદીને નાબૂદ કરવા પ્રોહીબીશન ડ્રાઈવ કરવામાં આવે છે. જે અન્વયે સાણંદ જીઆઇડીસી પોલીસના પીઆઈ ડી જે વાઘેલા તેમજ મહેન્દ્રસિંહ જનકસિંહ, ઘનશ્યામસિંહ શંભુભા, સંદીપસિંહ ભુપેન્દ્રસિંહ સહીત સ્ટાફના માણસો શુક્રવારે સવારે પ્રોહીબિશન ડ્રાઈવમાં હતા.

દરમિયાન તેઓને ખાનગી બાતમી મળી હતી કે ઝોલાપુર ગામે મહેશ ઉર્ફે ઢેગો ચમનભાઈ કો.પટેલ મોટાપાયે વિદેશી દારૂનો વેપલો કરે છે. જેના આધારે ઉપરોક્ત મહેશ કો.પટેલના ઘરે છાપો મારતા ભારતીય બનાવટના વિદેશી દારૂ 750 મિલીની 288 બોટલ તેમજ 120 નંગ ક્વાર્ટર મળી કુલ 1.56 લાખનો મુદ્દામાલ મળી આવતા મહેશ ઉર્ફે ઢેગો ચમનભાઈ કો.પટેલ ની ધરપકડ કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં પરપ્રાંતીય લોકો મોટી સંખ્યામાં વસે છે. ત્યારે વિદેશી દારૂનો વેપાર કરતાં વેપારીઓ મેોટી સંખ્યામાં દારૂ મંગાવી રહ્યા છે. વિદેશી દારૂના વેપલાની પ્રવૃત્તિઓ ફૂલી ફાલી છે. ત્યારે જીઆઇડીસી પોલીસની કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

પોલીસે બુટલેગરની ધરપકડ કરી હતી. તસવીર જિજ્ઞેશ સોમાણી

X
Sanand News - from sanand39s zolapur village rs 1 speed with 156 lakh foreign liquor 074608

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી