તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડીલા પાસેથી ટેમ્પાેમાંથી 3.5 લાખનો દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી તાલુકાના ડભોઈ રોડ પર કડીલા ગામે બાતમીને આધારે જિલ્લા એલસીબી અને બોડેલી પોલીસે સંયુક્ત રીતે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યાં આગળ એક 407 ટાટા ટેમ્પો ઉભો હતો. તેની તપાસ કરતા તેમાં 432 નંગ વિદેશી દારૂનો જથ્થો 3,50,880 રૂપિયાની કિંમતનો મળી આવ્યો હતો. ચાલક ફરાર થિ ગયો હતો. જેથી 6,50,880 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

મધ્યપ્રદેશમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ટેમ્પો છોટાઉદેપુર તરફથી વડોદરા તરફ જઇ રહ્યો હોવાની બાતમી મળતા પેટ્રોલિંગ કરી રહેલા એલસીબીના જવાનો સાથે બોડેલી પોલીસ સ્ટેસનો સ્ટાફ કડીલા પાસે વોચ ગોઠવી હતી.

તે દરમિયાન વાહનોની લાંબી લાઈનની પાછળ ઉભા રહેલા ટાટા 407 ટેમ્પો પાસે જઈને જોતા પોલીસને ટેમ્પોમાં ડાંગરની કુશકી ખસેડીને જોતા તેમાં ખાખી તેમજ સફેદ કલરના બોકસમાં વિદેશી દારૂનો જુદી-જુદી બ્રાન્ડની બોટલ નંગ 432 મળી રૂ. 3,50,880 અને રૂ. 3,00,000ની કિંમતનો ટાટા 407 ટેમ્પો મળી રૂ.6,50,880નો મુદ્દામાલ કબ્જે કરી રાત્રીના અંધકારનો લાભ લઇને ટેમ્પો મૂકી ફરાર થઈ ગયા હતા. ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

મધ્યપ્રદેશમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ટેમ્પો છોટાઉદેપુર તરફથી વડોદરા તરફ જતા કડીલા ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો.વલ્લભ શાહ

અન્ય સમાચારો પણ છે...