તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવાપુરા રૂપાલથી અજમેર શરીફની પગપાળા યાત્રા નીકળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા ભાસ્કર | બાવળા તાલુકાના જીવાપુરા-રૂપાલ ગામેથી અજમેર શરીફની દરગાહ પર જવા માટે આ વર્ષે પણ 16 ઓક્ટોબરને બુધવારના રોજ જીવાપુરાના ઇશ્માઇલશા ફકીરની દેખરેખ હેઠળ અજમેર શરીફની યાત્રાએ જવા માટે જીવાપુરા-રૂપાલથી વહેલી સવારે આ પદયાત્રા પ્રસ્થાન કરશે. જે વાયા સાણંદ, કડી, મહેસાણા, પાલનપુર અને આબુથી અજમેર નવાઝ શરીફની દરગાહ સુધી પહોંચશે. જેમાં યાત્રાળુઓની સેવા ઇશ્માઇલશા ફકીર દ્વારા કરાશે. બાવળા તાલુકાના વધુમાં વધુ મુસ્લિમ બિરાદર ભાઇ-બહેનો દ્વારા આ પગપાળા યાત્રાનો વિના મૂલ્યે લાભ લેવા ઇશ્માઇલશા ફકીર જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...