જાસપુર ગામેથી જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાદરા પોલીસ સ્ટાફે બાતમીના આધારે જાસપુર ગામે જાહેરમાં જુગાર રમતા જુગારીઓને
ઝડપી 2480 રોકડાનો મુદ્દા માલ કબ્જે કરી આરોપીઓને જેલ ભેગા કર્યા હતા.

જાસપુર ગામે બળિયાદેવ મંદિર પાછળ જાહેરમાં પત્તા પાના ઉપર જુગાર રમાતો હોવાની બાતમી ડભાસા ઓપીનાં જમાદાર રાજુભાઈ જગન્નાથને મળી હતી. જેમાં પોલીસ સ્ટાફ સાથે જુગારવાળી જગ્યાએ ઘેરી લઇને ઓચિંતો છાપો માર્યો હતો. જુગારીયાઓને ઝડપી તેમની પાશેથી દાવ અને અંગ ઝડતીમાંથી 2480 રૂપિયા કબ્જે કર્યા હતા. આરોપીઓ ઘનશ્યામસિંહ કમલેશ રાવલ રહે જાસપુર, શૈલેષ ઉર્ફે કાળિયો શાંતિ લાલ પઢિયાર રહે. જાસપુરની સામે ગુનો નોંધી આરોપીઓને જેલ ભેગા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...