તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વર્ગીય પિતાની પુણ્યતિથિએ વિધવા બહેનોને નિ:શુલ્ક તીર્થયાત્રા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઈપણ રાજકીય પાર્ટી , એજન્સીજ અથવા સંસ્થા નાના મોટા પ્રવાસ નું આયોજન કરતા હોય છે અને તેમાં પણ તેમનો સ્વાર્થ અથવા કાંઈક ને કાંઈક લાભ હોય છે. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે વિધવા અને ત્યકતા 82 બહેનો ને તીર્થ યાત્રા પંદર દિવસની નિઃશુલ્ક તીર્થ યાત્રા કરાવી

મહીસાગર જિલ્લામાં એક પટેલ પરિવાર એવો છે કે પોતાના પિતાની પુણ્ય તિથિ પર કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર વિધવા અને ત્યકતા બહેનો ને નિઃશુલ્ક તીર્થ યાત્રા કરાવડાવી પૂણ્ય મેળવી રહ્યા છે. ખૂટેલાવ ગામના કાંતિભાઈ રેવાભાઈ પટેલ નો પરિવાર પોતાના સ્વર્ગીય પિતા રેવાભાઈ હરીદાસ પટેલ ની પુણ્ય તિથિ પર 82વિધવા અને ત્યકતા બહેનો ને પંદર દિવસ સુધી નિઃશુલ્ક તીર્થ યાત્રા કરાવી પુણ્ય મેળવાનું કામ કર્યું છે. આ તીર્થ યાત્રા ચોવીસ માર્ચ ના રોજ મહીસાગર જિલ્લા ના ખૂટેલાવ થી શરૂ થઈ હતી .જેમાં બે લકઝરી બસ માં 82 બહેનો સાથે કાંતિભાઈ પટેલે તીર્થયાત્રા શરૂ કરી હતી. આ તીર્થ યાત્રામાં વિવિધ તીર્થ સ્થળો જેવાકે શ્રીનાથજી, પુસ્કર, અજમેર, જયપુર, ગોકુળ, મથુરા , વૃદાવન , બરસાના, રમણરેતી, નંદગાઉ, જાતીપુરા, હિરિદ્વાર , ઋષિકેશ, અયોધ્યા, વારાણસી, સીતામતી,અલ્હાબાદ, ચિત્રકૂટ, ઓમકારેશ્વર, ઉજ્જૈન, ડાકોર થઈ કુલ એકવીસ તીર્થ ધામોની પંદર દિવસ તીર્થ યાત્રા કરાવી તમામ સ્થળો એ દર્શન કરાવી સાત એપ્રિલના રોજ ખૂટેલાવ પરત યાત્રા સફળ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આવા કળિયુગ માં પણ સ્વર્ગીય પિતાની આત્માની શાંતિ માટે અને પરિવાર ને પુણ્ય મળે તેવા ઉમદા હેતુ થી કાંતિભાઈ પટેલ ના પરિવારે આ તીર્થયાત્રા વિધવા અને ત્યકતા બહેનો ને કરાવી હતી. યાત્રા કરાવી કળિયુગ ના શ્રવણ કાંતિ ભાઈ પટેલ બન્યા હતા. આ અગાઉ પણ કાંતિ ભાઈ પટેલ દ્વારા 70 વિધવા અને ત્યકતા બહેનો ને તીર્થ યાત્રા કરાવી હતી.

મહિસાગરના ખુટેલાવ ગામે પિતાની પુણ્યતિથિએ વિધવા બહેનોને નિ:શુલ્ક તીર્થ યાત્રા કરાવી. જીગર પટેલ

અન્ય સમાચારો પણ છે...