તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામના લૂંટ વિથ રાયોટના ગુનામાં ફરાર 4 આરોપી ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ શહેર પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટ વિથ રાયોટના ગુનામાં ફરાર 4 આરોપીની એલસીબીએ હાંસલપુર નજીકથી ધરપકડ કરી હતી. 4 આરોપી છેલ્લા કેટલાય સમયથી ફરાર હતા. તેઓની ઝડપી વિરમગામ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.

એલસીબી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જિલ્લામાં ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અપાયેલી સુચનાને પગલે એલસબી અને ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારીઓ આરોપીઓને ઝડપી લેવા માટે ખાનગી રાહે તપાસ કરી રહ્યા હતા ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે હાંસલપુર ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી ત્યારે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના લૂંટ વિથ રાયોટના ગુનામાં ફરાર આરોપી મોહમંદ અબાસભાઇ કુરેશી, સરફરાઝ દિલાવર કુરેશી, મોહસીન આબીદભાઇ શેખ તથા સોહિલ આબીદ બેલીમ (તમામ રહે, વિરમગામ)ને ઝડપી લીધા હતા. ચારેય ઓરોપીઓને ઝડપી તેઓને વિરમગામ પોલીસને સોંપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અનેક બનાવોના આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. તેઓ પોલીસને ચકમો આપી અન્ય ગુના આચરી રહ્યા છે. ત્યારે આરોપીઓને ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે અપાયેલી સુચનાને પગલે કાર્યવાહી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...