તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઘજીપુર ગઢીયા ફળીયામાં શૌચાલયમાંથી વિદેશીદારૂ જપ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરાના પીઆઇને ખાનગી મળેલી બાતમી મળી હતી કે વાઘજીપુરના ગઢીયા ફળીયામાં રહેતા રાજેશ અમરાભાઇ બારીયાના ઘર નજીક અવાવરૂ શૌચાલયમાં વાઘજીપુર ગામના ચોરા ફળીયામાં રહેતા અમરીબેન માવાભાઇ વણકર તેમજ ભાનુભાઇ માવાભાઇ વણકર ભારતીય બનાવટનો વિદેશી દારુ લાવી સંતાડી રાખેલો છે. આથી પોલીસ સ્ટાફના માણસો રાજેશના ઘરને કોર્ડન કરી રેઇડ કરવા જતા ઘરની બાજુમાં આવેલા શૌચાલય પર તાળુ લટકતુ હતુ તે તોડી અંદર જોતા એક સફેદ થેલીમાં વિવિધ પ્રકારના ભારતીય બનાવટના વિદેશીદારુ બીયર નંગ 406 કિ.રૂ.30100નો જથ્થો મળ્યો હતો.

પોલીસની રેઇડ દરમિયાન કોઇ પણ મળી આવ્યુ ન હતુ. આથી પોલીસે અમરીબેન માવાભાઇ વણકર, ભાનુભાઇ માવાભાઇ વણકર તેમજ રાજેશ અમરાભાઇ બારીયાની વિરૂદ્ધ પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો