તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઇક પર લઇ જવાતો વિદેશી દારૂ પકડાયો : ચાલક ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક એમ.એસ.ભાભોર સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે પ્રોહી/ જુગારની પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂ બંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા તેઓના તાબા હેઠળના પાનવડ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. બી.જી.ઇશરાણી તથા સ્ટાફના માણસોએ બાતમી આધારે સિંગલા વાવા બસ સ્ટેન્ડ પાસે નાકાબંધી કરી મોટર સાઇકલને પકડી પાડી ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂ ની બોટલ નંગ ૫૯ કિં.રૂ.૩૫,૦૨૦ તથા મો.સા.ની કિ.રૂ.૩૦,૦૦૦ સાથે કુલ કિ.રૂ.૬૫,૦૨૦નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો છે. નાસી જનાર બાઇક. ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તપાસ પાનવડ પોલીસ સ્ટેશનના પોસઇ કાર્યવાહી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...