સુરેન્દ્રનગર આયુર્વેદ હોસ્પિટલમાં પ્રથમવાર લીમડાના રસનો વિતરણ, 150એ લાભ લીધો
સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 1965 માં બનાવવામાં આવી હતી. આમાં 54 વર્ષ જૂની હોસ્પિટલમાં હાલ 20 બેડની વ્યવસ્થા છે . જ્યારે દરરોજ 150થી વધુ ઓપોડીઓ આવે છે. પરિણામે જિલ્લા ઉપરાંત વિરમગામ, અમદાવાદ, બોમ્બે, જેતપુર, બોટાદ સહિતના વિસ્તારોમાંથી સાંધાના, કમ્મરના, ચામડીના, મેદશ્વીતા, પક્ષઘાત સહિતના રોગોની લોકો સારવાર માટે આવે છે. હાલમાં હોસ્પિટલમાં 12 મહિલા, 6 પુરૂષો, બે બાળકી તેમજ 1 બાળક દાખલ થઇને સારવાર લઇ રહ્યાં છે. ત્યારે તા.6-4-2019ને ચૈત્ર સુદના ચૈત્ર માસની શરૂઆત થઇ ગઇ છે. આથી સુરેન્દ્રનગર સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં આ માસના પ્રથમ પંદર દિવસ સુધી નિમ્બ પાન રસનું સવારે 9 થી 11 સુધી હોસ્પિટલમાં નિયમિત વિતરણ ચાલુ કારવામા આવ્યું હતુ. જેમાં પ્રથમ દિવસે જ 150થી વધુ લોકોએ આ રસ પીધો હતો. અને આગામી આ દિવસો દરમિયાન અંદાજે 2500 જેટલા લોકો તેનો લાભ લેશે.આ અંગે સુરેન્દ્રનગર સરકારી આયુર્વેદ હોસ્પિટલનાં વૈદ્ય પંચકર્મ ડો.પી.પી.પરમારે જણાવ્યુ કે,આ હોસ્પિટલમાં સૌપ્રથમ નિમ્બ પાન રસનું આયોજન કરાયું છે. આથી મોટી સંખ્યામાં લોકોએ તેનો લાભ લેવો જોઇએ.
ચૈત્ર માસમાં નિમ્બ પાન રસનું સેવન કરવાનો આયુર્વેદમાં અનેરો મહિમા
કઇ રીતે નિમ્બ પાન રસ બને છે
લીંબડાનો ખોર અને કોમળ લીંબડાના પાનોને પાણીમાં રાત્રે પલાળી નાંખવામાં આવે છે. સવારે તેને ગાળીને આ રસનો ઉપયોગ કરી શકાય છે. લીંબડાના સેવનથી અનેક હઠીલા રોગો નાશ થાય છે તથા ચામડીના રોગો, અછબડાના ડાઘ દૂર થાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આગામી વર્ષે મા બીમાર ઓછા પડાય છે.
ચૈત્રી માસના નવા વર્ષમાં ગુડી પડવાના દિવસે દેવ મંદિરોમાં કડવો લીંબડો અને ખડી સાકાર પ્રસાદમાં અપાય છે.ઘરોમાં પણ કડવો લીંબડો તેના પર્ણ અથવા પેસ્ટ વપરાય છે.સાથે સાકર ખવાય છે.આ સદીઓ જૂની પરંપરા છે.