તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઝાદી બાદ પ્રથમવાર તંત્રએ પોથલીપુરાની મુલાકાત લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નહીં, નહીં આ ફિલ્મ હું નહીં જોઉં. કારણ કે, આ ફિલ્મ બનાવટી છે. આમા તો મનમોહનસિંહને બોલતા બતાવ્યા છે.

ભાસ્કર ઇમ્પેક્ટ
ભાસ્કર ન્યુઝ |નસવાડી

નસવાડી તાલુકાના પોથલીપુરા ગામ અશ્વિન નદીના બે ભાગમાં વહેંચાયું હોય અને નસવાડી આર એન્ડ બી વિભાગના નકશામાં પોથલીપુરાની સામે બાજુ કબોઇયા ઉજ્જડ ગામ બોલતું હોય પરંતુ સ્થળ પરિસ્થિતિ મુજબ પોથલીપુરા ગામના 55 રહેણાંક મકાનો નદીના સામે પાર આવેલ હોઇ આખરે દિવ્યભાસ્કરના સચોટ એહવાલ બાદ આઝાદીના વર્ષો બાદ સરકારી તંત્ર સફાળું જાગ્યું હતું. નસવાડી મામલતદાર, છોટાઉદેપુર કાર્યપાલક ઇજેનર, નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગ પોથલીપુરા ગામની મુલાકાત લીધી હતી. નસવાડી મામલતદાર નસવાડીના ઇન્ચાર્જ ડે.ઇજેનરે ગ્રામજનોએ સાથે બેઠક કરીને નવો પુલ બનાવવા ચર્ચા કરી હતી. અશ્વિન નદીની બે બાજુ ગામ વહેંચાયેલું છે. તંત્રએ બંને બાજુ રહેણાંક મકાનો જોયા હતા. પોથલીપુરાના 55 ઘરમાં સુવિધાના નામે આરસીસી રોડ, લાઈટ તેમજ અન્ય સુવિધાઓ હોવા છતાંય 55 ઘર તરફ નસવાડીના તંત્રએ ધ્યાન આપ્યું ન હતું. રાજકીય નેતાઓ વોટ લેવા ગયા હતા. ત્યારે ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું છતાંય એક પત્ર માર્ગ અને મકાન વિભાગને પુલ બનાવવા માટે લખ્યો ન હતો. વર્ષોથી અશ્વિન નદીમાં પસાર થતાં શાળાના બાળકો ગ્રામજનો ખેડૂતો હાલ પૂરત પાઇપ નાણું કરી આપવા તંત્રને રજૂઆત કરી છે. જેને લઈ ભર શિયાળે ઠડીમાં ઠડા પાણીમાંથી પસાર થતાં શાળા આંગણવાડીના બાળકોને રાહત થાય.

પોથલીપુરાની સરકારી તંત્રએ મુલાકાત કરી. ઈરફાન લકીવાલા

પુલ બનાવવા ઝડપી કામગીરી કરવા આર એન્ડ બીને પત્ર લખ્યો
પોથલીપુરા ગામે મુલાકાત કરી પાણી માંથી બાળકો પસાર થાય છે બધું નિરીક્ષણ કર્યું છે હાલ ટેમ્પરરી પાઇપ નાખી પાણી નો વેહલ બદલવા જાણ કરી છે આર એન્ડ બી વિભાગ ને ઘટતી કાર્યવાહી કરવા પત્ર લખ્યો છે.ડી એસ વસૈયા, મામલતદાર નસવાડી

અન્ય સમાચારો પણ છે...