અનુસંધાન પાના નં. 1 પરનું...

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળામાં સાણંદ રોડ પર....

જતાં બાઇકને ટક્કર મારી હતી. જેથી સુનિતાબેન ડમ્પરનાં ટાયર માં આવી ગયા હતાં.અને તેમના પતિ અને બાળકો હાઇ-વેની સાઇડમાં પડ્યા હતાં.તેમને સામાન્ય ઇજા થવા પામી હતી. અકસ્માત થતાં ગભરાય ગયેલા ડમ્પર ચાલક ડમ્પર મુકીને ભાંગી ગયો હતો.

રોડ ઉપર ઢાળ હોવાથી ડમ્પર પાછું પડતાં પાછળ રહેલા ધોળકાનાં જ રાણા સમાજનાં બાઇક ઉપર ચડી ગયું હતું. પાછળનાં બાઇક સવાર યુવાન બાઇક મુકીને બાજુમાં હટી જતાં તે બચી ગયો હતો. અને બાઇકને ભારે નુકશાન થવા પામ્યું હતું.રાણા સમાજ લોકો સમૂહ લગ્નમાંથી પાછા આવી રહ્યા હોવાથી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતાં. અને ડમ્પરનાં કાચની તોડફોડ કરી ટ્રાફીક જામ કરી દીધો હતો. જેથી રોડ બંને સાઇડ વાહનોની લાઇન લાગી હતી.અકસ્માતની જાણ થતાં જ બાવળાનાં પી.એસ.આઈ. બી.બી.વાધેલા, ભગીરથસિહ, પ્રવિણભાઈ, વાધુભા વગેરેનો સ્ટાફ પહોંચી જઈને ટોળાને વિખેરી નાંખીને ટ્રાફીક હળવો કરી દઇને લાશને બાવળા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી ડમ્પર ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રજોડા પાટડી પાસે હાઈ-વે...

મારતાં તે રોડ ઉપર ફંગોળી દેતાં અને રોડ ઉપર પટકાતાં તેને શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેથી રોડ ઉપર આવતા જતા રાહદારીએ પોતાની ગાડીમાં બાવળા સામૂહીક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ આવ્યા હતાં. પરંતું તેને ગંભીર ઇજાઓ થઇ હોવાથી સારવાર મળે તે પહેલા જ તેનું મોત થવા પામ્યું હતું. અકસ્માતની જાણ તેના પિતાને થતાં તેઓ દોડી આવ્યા હતાં. ઘટનાની જાણ બાવળા પોલીસને થતાં બાવળા પોલીસ પણ દવાખાને પહોંચી જઈ લાશનું પી.એમ.કરાવીને દેવેન્દ્રસિહની ઇકો ગાડીનાં ચાલક વિરૂધ્યની ફરીયાદનાં આધારે અકસ્માતનો ગુનો નોંધી ગાડી મુકીને નાશી છૂટેલા ગાડી ચાલકને પકડી પાડવા પી.એસ.આઈ. બી.બી.વાધેલાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિજરતીઓની સહાય...

હાલમા પોલીસ રક્ષણ ચાલુ છે જેમા એક જ પોલીસ આવે છે ક્યારેક અણબનાવ બને તો એકલો પોલીસ આખા ગામ સામે અમને કઈ રીતે બચાવી શકે. આ બાબતે ગંભીરતા લઈ હથિયારધારી પોલીસ રક્ષણ પુરુ પાડવામા આવે અને ઘરે ઘરે હથિયાર આપવામા આવે જેથી અમે સ્વરક્ષણ કરી શરીએની માંગ કરી હતી.

અમદાવાદ જિલ્લામાં...

ગ્રામજનોને લાભ આપવામાં આવ્યો હતો. ગામના 2500 કુટુંબને આયુષ કાર્ડ આપવામાં આવશે.અને દરેક ગ્રામજનોની પ્રકૃતિ નક્કી કરી તે મુજબ આહાર-વિહારનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક શાળાના બાળકો તથા ગ્રામજનોને યોગ શીખવવામાં આવશે.

આગામી એક વર્ષ દરમિયાન આયુષ ચિકિત્સા કેમ્પનું આયોજન નિયમિત કરવામાં આવશે.આમ સમગ્ર ગામ આયુષ થકી સુસ્વાસ્થ્ય મેળવે તેવા પ્રયત્ન કરવામાં આવશે.આ પ્રસંગે વિવિધ ઘરગથ્થું ઔષધિય-વનસ્પતિના ફાયદા જણાવતું પ્રદર્શન પણ ગ્રામજનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. તેમજ શિયાળ પ્રાથમિક શાળાના બાળકોએ ભવાઈ દ્વારા ગ્રામજનોને આયુષ ચિકિત્સા પદ્ધતિના ફાયદા સમજાવ્યા હતા.નાનકડા રંગલો અને રંગલી ગ્રામજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપરાંત બાળકોએ વિવિધ ઔષધિઓ પ્રદર્શિત કરતી અનોખી શોભાયાત્રા કાઢી હતી અને આયુષ કળશનું સ્થાપન કર્યું હતું.આ પ્રસંગે બાવળા એ.પી.એમ.સી.ચેરમેન હરીભાઈ ડાભી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ચેતનસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી વી.કે.બારોટ, શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિરમગામ શહેર ભારતીય...

ઝાલા તેમજ નગરપાલિકાના સદસ્ય અને પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને એમાં પોતાનું અનુદાન “સમર્પણ નિધિ” ચેક દ્વારા અર્પણ કરવામાં આવી અને આંગણવાડીના બાળકોને ફ્રૂટ અને દુધ વિતરણ કરવામાં આવ્યું. જે હંમેશા સેવાકાર્ય મા અગ્રેસર વિનોદભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નરેશભાઇ શાહ - શહેર પ્રમુખ, હિતેશભાઇ મુનસરા શહેર મહામંત્રી, રીનાબેન પંડ્યા - ન. પા. પ્રમુખ, મિતેશભાઇ આચાર્ય - શહેર ઉપપ્રમુખ, મોહિત ભાઈ પટેલ લઘુમતી મોરચો, ગીતાબેન મોકાસણા - શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ, દીપાબેન ઠક્કર - સદસ્ય નગરપાલિકા, જશોદાબેન દલવાડી - સદસ્ય નગરપાલિકા, કાશ્મીરાબેન પરીખ શહેર મંત્રી, નાનુભાઈ ઠાકોર દ્વારા ચેકથી અનુદાન આપ્યું હતું.

અમદાવાદ જિલ્લામાં ભારે..

ત્રણ લાખના બજેટની જોગવાઇ કરાઇ છે. સીસીટીવી અને રેકર્ડરૂમ પાછળ 21 લાખનો અંદાજ મુકાયો છે. જ્યારે હેલ્થ, શિક્ષણ, મહિલાબાળ, પશુપાલન, ખેતીવાડી અને સહકારક્ષેત્રે કરેવા વિકાસની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનો ખર્ચ એજન્સીઓના ભાવ આવ્યા બાદ નક્કી કરાશે. વિવિધ વિભાગોમાં કોમ્પ્યુટર, પ્રીન્ટર, સ્કેનર અને યુપીએની ખરીદી કરાશે. જેનું બજેટ હાલ નક્કી કરાયું નથી. હવે આ તમામ કામોને મંજરી માટે સામાન્ય સભામાં લઇ જવાશે.
અન્ય સમાચારો પણ છે...