તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીમખેડા તથા દુધિયામાં BSF જવાનોની ફ્લેગમાર્ચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ લોકસભાની ચૂંટણી માટે 23મી એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા યોજવામાં આવનાર છે. ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તથા તટસ્થ, ન્યાયિક અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા દાહોદ લોકસભા બેઠકમાં બીએસએફ જવાનોને પણ તૈનાત કરાયા છે. મંગળવારે બીએસએફની એફ 109 નંબરની બટાલિયનના જવાનો તથા લીમખેડા પોલીસ સ્ટાફ સાથે ચૂંટણીના અનુસંધાને લીમખેડા-દુધિયા નગરમાં ફ્લેગમાર્ચ યોજાઈ હતી.

દાહોદમાં આયોજિત આ ફ્લેગમાર્ચની આગેવાની લીમખેડા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર બી.બી બેગડિયા તથા બીએસએફ બટાલિયનના આસિ. કમાન્ડન્ટ બી. એસ. મીનાએ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...